Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ટંકારા આર્ય સમાજ દ્વારા રૂષિ દયાનંદનો બોધ્ધોત્સવ ધામધૂમથી ઉજવાયો

ટંકારા, તા. ૧પ :  મહર્ષિ દયાનંદની પવિત્ર જન્મભૂમિમાં એક દુર્ગુણ વ્યસન છોડતા જાવ, એક સદ્ગુણ અપનાવતા જાવ તે જ રૂષિ દયાનંદને સાચી શ્રધ્ધાંજલી તેમ આર્ય સમાજ દ્વારા યોજાયેલ રૂર્ષિ બોધ્ધોત્સવમાં સ્વામી આર્ષેશાનંદે જણાવેલ.

ટંકારામાં ૧૯ર૬માં આર્ય સમાજની સ્થાપના થયેલ છે. જયારે શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટની સ્થાપના ૧૯પ૯માં થયેલ છે. બંને સંસ્થાઓનો ઉદ્દેશ્ય મહર્ષિ દયાનંદના વિચાર-કાર્યોનો પ્રચાર પ્રસારનો છે.

આર્યસમાજ ટંકારા ખાતે રૂષિ -બોધ્ધોત્સવમાં ભારતભરના આર્યસમાજીઓ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે યજ્ઞ કરાયેલ. તેમાં લોકોએ ભાગ લીધેલ.

સ્વાગત આર્યસમાજના ઉપપ્રમુખ હસમુખભાઇ પરમાર દ્વારા કરાવેલ. આર્યસમાજની પ્રવૃત્તિઓ વિષે જાણકારી આપેલ.

મુંબઇથી પધારેલા ઉદ્યોગપતિશ્રી અરૂણ અબોલે જણાવ્યું કે છેલ્લા ચોવીસ વર્ષથી હું ટંકારા, મહર્ષિ, જન્મભૂમિમાં મારી બેટરી ચાર્જ કરવા આવું છે.

હર વર્ષે આર્યસમાજ ટંકારામાં વિકાસ થતો રહે છે. આર્ય સમાજ દ્વારા, આર્યવીર દળ, આર્ય વીરાંગના દળ, વ્યસન મુકિત અભિયાન, વેદ પ્રચાર, ઘરે-ઘરે યજ્ઞ, વિધવા બહેનોને રેશન સહાય અંત્યેસ્ટિ સંસ્કૃત, યુવાનો માટે, કરાટે જુડોની તાલીમ યોગ તાલીમ વિગેરે પ્રવૃત્તિઓ થાય છે.

અરૂણ જણાવેલ કે ગુરૂકુળો છે તો આર્ય સમાજ છે. ગુરૂકુળ વગર સંસ્કૃત કોણ શિખડાવશે, આચાર્ય કોણ બનાવશે ગુરૂકુળ આપણી ઇન્ડસ્ટ્રીઝ ફેકટરી છે જે વ્યકિતને માનવ બનાવવાનું કાર્ય કરે છે. પૈસાની કમી નથી કાર્ય કરવાવાળાઓની કમી છે.

ડી.એ.વી. કોલેજ દિલ્હીના અધ્યક્ષ જે.પી. સુરે જણાવેલ કે આર્ય સમાજ જે પરિસ્થિતિમાંથી પસાર થઇ કાર્ય કરી રહેલ છે તે પ્રેરણાદાયી છે. અહીંયા આર્યવીરદળ તૈયાર થાય છે. યુવાનો આપણી શકિત છે.

ભારતભરમાંથી પધારેલા આર્ય સમાજના લોકોએ ટંકારા આર્યસમાજમાંથી પ્રેરણા લઇ વિવિધ પ્રવૃતીઓ શરૂ કરવી ઘરે.

સ્વામી આર્યેશાનંદે પોતાની ભારત ભર શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવેલ કે મહર્ષિ દયાનંદની પવિત્ર જન્મભૂમિમાં એક દુર્ગુણ, એક વ્યસન છોડતા જાવ, એક સદ્ગુણ અપનાવતા જાવ, લેતા જાવ તે મજ સાથી શ્રધ્ધાંજલી.

સંગીતકાર, કવિ, લેખક સત્યપાલ પથિક તથા દિનેશભાઇ પથીક દ્વારા ભજન રજૂ કરાયેલ.

દેવકુમાર આર્ય, પરેશભાઇ કોરીંગા તથા આર્યવીર દળ ના યુવાનો દ્વારા જહેમત ઉઠાવાયેલ.

(12:42 pm IST)