Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

હળવદ પાલિકાની ચૂંટણીમાં સાંજથી પ્રચાર પડધમ શાંતઃ૬પ ઉમેદવારો મેદાનમાં

હળવદ તા. ૧પ : પાલિકાની ર૮ બેઠકો પર ચૂંટણી જંગ ખરાખરીનો જામ્યો છે શહેરના કુલ ર૩,૦પ૪ મતદારો ર૮ ભાજપ-ર૮ કોંગ્રેસ-ત્રણ બસપા અને ૬ અપક્ષોનુ ભાવિ નકકી કરશે જેનું ભાવિ શનિવારે ઇવીએમમાં સીલ થવાનું છે.

આ ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની તારીખથી જ ચૂંટણી પ્રચારની શરૂઆત થઇ ગઇ હતી. જેમાં દરરોજ વોર્ડ વાઇઝ સભા, રોડ શો, રીક્ષમાં વાગતા ભૂંગળા અને ડી.જે. શહેરમાં ફરતા હતા પરંતુ ગુરૂવારના સાંજના પ કલાકથી પ્રચાર પડધમ શાંત થઇ જશે. આથી શહેરમાં નિરવ શાંતી થઇ જશે ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાનના અમુક કલાકો પહેલા જાહેરસભા, લાઉડ સ્પીકર દ્વારા પ્રચાર કરી શકાતો નથી. આથી ઉમેદવાર ડોરટુ ડોર પ્રચાર કરીને મતદારોને રીઝવવા પ્રયાસો કરશે.

શુક્રવાર મતદાનની આગલી રાત્રી હોવાથી કતલની રાત સાબીત થશે. છેલ્લી ઘડીએ મતદારોને લાલચ પ્રલોભન કે ધાકધામકી આપીને રીઝવવામાં આવતા નથી તેની ચૂંટણી નિરક્ષકો પણ બાજ નજર રાખી રહ્યું છે.

(12:42 pm IST)