Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પ૦ હજારનો દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

ખંભાળીયા તા. ૧પ : ભાડાવર પોરબંદર રોડ પર આવેલ ઢેબર ગામની સીમ નજીક એક બોલેરો કારને ને રોકી ચેક કરતા તેમાંથી દારૂની બોટલ નંગ ૧ર૬ કિંમત રૂપિયા પ૦ હજાર ૪૦૦ની પકડાઇ આવતા પોલીસે રવિરાજસિંહ બાલાભા જાડેજાને પકડી લીધેલ.ચાલક યોગીરાજસિંહ ગોહિલ ફરાર થઇ જતા પોલીસે બોલેરો કાર રૂપિયા ર,પ લાખની કબજે કરી કાર્યવાહી હાથ ધરી છ.ે

ભાડાવરના ધામીનેસ ગામ તરફ જવાના રસ્તે રહેતા આરોપી ભુદા રાજા મોટીના ભોગવટા વાળી જગ્યાએથી ગેરકાયદેરસ દારૂની બોટલ નંગ ૧૮૦ કિંમત રૂ. ૭ર હજારની મળી આવતા રેઇડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવતા ફરાર જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છ.ે

હેલ્પરને શોક લાગ્યો

કલ્યાણપુરના ભાટીયા ગામે ઇલેકટ્રીક થાંભલા પર કામ કરી રહેલ ભોજાભાઇ બુધાભાઇ જાદવ ઉ.ર૮ (જીઇબીમાં હેલ્પર) સબ સ્ટેશનનું શ્રીરામ સ્ટોનનું ટી.સી.પર ચડી રીપેર કરવા ગયેલ ત્યારે અચાનક ટી.સી.માંથી શોર્ટ લાગતા ટી.સી. પરથી પડી જતા હાથમાં ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવેલ છ.ે

માર માર્યો

દ્વારકાના બીરલા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઇ મનસુખભાઇ મોટલા મો.સા.લઇને જતા હતા ત્યારે પુનીતભાઇ વિનોદભાઇ ડાભી, વિનોદભાઇ ડાભીએ અમારી વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ કેમ કરે છે. તેમ કહી મારી ઇજા કર્યાની પોલીસ ફરીયાદ કરતા પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ પકડાયો

ખંભાળીયામાં ગત રાત્રે બાતમીના આધારે પી.આઇ.ગઢવીએ રેઇડ કરતા ગેરકાયદે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ર સાથે આરોપી હીરેન ગોવિંદ કણજારીયા પકડાઇ આવતા તેની પુછપરછ હાથ ધરતા વધુ બે ઇસમની સંડોવણી બહાર આવતા થાણા સુરેશ ખાધર, ભાવીન નારણ કણજારીયા આ બન્નેને ફરાર જાહેર કરી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પત્નિને સળગાવી

ખંભાળીયામાં સ્ટેશન રોડ પર રહેતા પરણીતા અફસાનાબેન ખીરા ઉ.રર ને તેના પતી દ્વારા પત્ની ઉપર કેરોસીન છાંટી સળગાવી દેતા ભોગ બનનારને જામનગરમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે અફસાનાબેનની ફરીયાદ પરથી આરોપી પતી મહેબુબ ખીરા વિરૂધ્ધ પોલીસએ ૩૦૭, ૪૯૮, પ૦૪ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)