Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

''પાલીતાણામાં શ્રીમદ વિજય કીર્તિયશ સુરીશ્વરજી મહારાજ''ની નિશ્રામાં ૧૭-૧૭ મુમુક્ષુઓ દીક્ષા લેશે

ભાવનગર તા.૧૫: પાલીતાણામાં દેવાશી મહાપુરૂષ દીક્ષાયુગ પ્રવર્તક પરમ પૂજય રામચંન્દ્રસૂરિજી સંપ્રદાયના પૂજય ગચ્છાધીપતી શ્રીમદ વિજય પુષ્યપાલસૂરીશ્વરજી મહારાજ ત્થા પ્રવચન પ્રભાવક પૂજય આચાર્ય શ્રીમદ વિજય કીર્તિયશસૂરીસ્વરજી મહારાજ આદી ગુરૂ ભગવંતોની નિશ્રામાં વિરતિ વધામણા રંગમચ તળેટી રોડ ઉપર એકી સાથે તા.૧૮ ફેબ્રુઆરીના દિવસે ૧૭-૧૭ મુમુશ્રીઓ દિક્ષા ગ્રહણ કરશે.

પાલિતાણામાં સમુહ દીક્ષા મહોત્સવમાં તા.૧૬ સવારે ૭ કલાકે ગામના જિનાલયો જુહારવા ત્થા પૂજય ગચ્છાધીપતીશ્રી આદી ગુરૂ ભગવંતોનું સામૈયુ થશે. નવકારી બાદ સવારે ૯ કલાકે મુમુક્ષીરત્નોના સંયમ ઉપકરણોને મંગલ ચિત્દોથી અંકન- બેનોની સાંજી, સાધર્મિક ભકતી-બપોરે ૧૨.૦૦ કલાકે સૌ પ્રથમ વાર પૂ. મુનીશ્રી દિવ્યયશવિજયજી. સાહેબ દ્વારા રચાયેલ નુતન ષડઆવશ્યક પુજા ભણાવાશે  બપોરે ૨.૩૦ કલાકે મુમુક્ષુનોના સંયમ ઉપકરણોની છાબ ભરવાનો કાર્યક્રમ થશે ૩.૦૦ કલાકે ''દાનધર્મ'' નો મહીમા વિષે પૂજયોનું પ્રવચન થશે, સાધર્મીક ભકતી બાદ રૂડા રાજમહેલને ત્યાંગી... આતો ચાલ્યા રે વૈરાગી-૧૭-૧૭ મુમુક્ષુઓનો વિદાય બહુમાન સમારોહ થશે.

તા.૧૭ સવારે ૯ કલાકે ૧૭-૧૭ મુમુક્ષુઓનો વર્ષીદાનનો ભવ્ય વરઘોડો, સવારે ૧૧.૦૦ કલાકે પૂજયોનું પ્રવચન ત્થા ૧૭-૧૭ મુમુક્ષુઓના સંયમ ઉપકરણ અર્પણ કરવાના ચઢાવા-સાધર્મીક ભકિત સાંજે ૪.૦૦ કલાકે ૧૭-૧૭ મુમુક્ષુ રત્નોનું અંતીમ વાયણા સાધર્મીક ભકિત અને ૭.૦૦ કલાકે સંયમ સંવેદના ત્થા ૧૭-૧૭ મુમુક્ષુઓના વિદાય તિલકના ચઢાવા થાશે.

તા.૧૮ સવારે ૪.૦૦ કલાકે મુમુક્ષુઓની અંતીમ વિદાય વિરતી વધારણા-દીક્ષા મંડપમાં પ્રવેશ સવારે ૪.૧૫ કલાકે ૧૭-૧૭ મુમુક્ષુઓનું અતિમ વિદાયવિધી અને ૪.૪૫ કલાકે દીક્ષા વિધીનો પ્રારંભ ત્થા સવારે ૫.૪૫ કલાકે ૧૭-૧૭ મુમુક્ષુઓને રજોહરણ પ્રદાન કરાશે, સવારે ૧૧ કલાકે બહેનોની સાંજી બપોરે ૧૨ કલાકે સૌ પ્રથમ પૂ. મુનીશ્રી રત્નવશવિજયજી મહારાજ દ્વારા રચાવેલ અભિનવ શ્રી આચાર્ય પદ પૂજા ભાણાવશે સાંજે તળેટીએ ભવ્ય મહાપુજા, ૭ કલાકે શ્રી આચાર્ય પદવીની અરિમતાનો અણસાર સવેંદના સાથે રજુ થશે સમુહ દીક્ષા મહોત્સવમાં પધારવા જૈન શાસનમ રીલીજીયસ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ છે.

સંયમની શહનાઇ વાહતા કાયા્ની માયા મમતા મોહના બંધન તોડીને પ્રભુ મહાવીરના પંથે સહુને છોડીને સંસારની સુખ સુવિધાઓ છોડી સંયમ વેશ ધારણ કરનારા.

૧૭-૧૭ મુમુક્ષુઓ (૧)પ્રકાશભાઇ જયરાજભાઇ શાહ-ગોધરા વડોદરા ઉ.વ.૬૦ મેટ્રીક (૨)નવીનભાઇ વીરચંદભાઇ વોહેરા, રામપુરા-સુરત ઉ.વ.૫૬ મેટ્રીક (૩)પ્રતીકકુમાર હીરાલાલ મહેતા, સુઇગામ-સુરત ઉ.વ.૨૯ ધો.૧૦ (૪)સમ્યકકુમાર રૂપેશભાઇ સંઘવી, શ્રી ભારોલતીર્થ-સુરત ઉ.વ.૧૮ ધો.૧૦ (૫)શ્રીમતી નયનાબેન નરેશભાઇ શાહ,ડાભલા સુરત ઉ.વ.૫૭,એફ.વાય.બી.કોમ (૬)કુ.મીનલબેન સુરેશભાઇ દેસાઇ-થરાદતીર્થ-અમદાવાદ ઉ.વ.૩૦ (૭)કુ.રીમાબેન રાજીવભાઇ શાહ-પાટણ-મુંબઇ ઉ.વ.૨૯ સી.એ. (૮)કુ.રેશમાબેન પ્રકાશચંદજી પરમાર-કે.જી.એફ. બેંગલોર ઉ.વ.૨૮ બી.કોમ (૯)કુ.ત્રુજુતાતાબેન પ્રદીપભાઇ મહેતા-હળવદ-કલકતા ઉ.વ.૨૭ એન્જીનીયર (૧૦)કુ.દીપિકાબેન મોહનલાલ દાતેવાડીયા-બેંગલોર ઉ.વ.૨૭ બી.કોમ (૧૧)કું.પ્રિયલબેન દગકુભાઇ ફુલફગર-નાસિક ઉ.વ.૨૭ બી.કોમ (૧૨)કુ.ઉજાલીબેન હેમતભાઇ વોહેરા-રામપુરા-સુરત ઉ.વ.૨૬ એસ.વાય.બી.કોમ (૧૩)કુ.વિરતીબેન અશોકભાઇ વોહેરા-રામપુર-સુરત ઉ.વ.૨૫ એસ.વાય.બી.કોમ (૧૪)કુ.દેવાંશીબેન અશ્વીનભાઇ શાહ -વામી-સુરત ઉ.વ.૨૪ ધો.૧૨ (૧૫)કુ.નેહાબેન હિતેશભાઇ મોમોયા-સાંપરા-માલેગાવ ઉ.વ.૨૩ ધો.૧૨ (૧૬)કુ.દ્રષ્ટીબેન જયેશભાઇ સંઘવી-શ્રી ભોરોલતીર્થ-સુરત ઉ.વ.૧૯ ધો.૭ પાસ (૧૭) કુ.ઝીલબેન વિરલભાઇ વોરા-સુરેન્દ્રનગર ઉ.વ.૧૫ દીક્ષા લેશે.

પાલીતાણામાં ચાર - ચાર પદસ્થ ભગવંતોના આચાર્ય પદ પ્રદાનનો મહોત્સવ સોમવારના રોજ જૈન શાસનમ મંડપ વિરતી વધામણા રંગમંચ તળેટી રોડ પાલીતાણામાં પ.પૂજય ગચ્છાધિપતિ શ્રી પૂણ્યપાલસુરીશ્વરજી મહારાજ પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય શ્રીમદ્દ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ આદી ગુરૂ ભગવંતોની પાવન નિશ્રામાં સવારે ૬.૦૦ કલાકે પ્રભાતીયા નવકારશ્રી સવારે ૮.૩૦ કલાકે પૂજ્ય પદસ્થ ભગવંતો વર્તમાન ઉપાધ્યાયજી શ્રી પ્રશમાનંદ વિજયજીણગણિવર્ય પ્રવચન કુશળ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્ય, વર્ધમાન તપોનિધિ, શાસ્ત્ર સંશોધક પ્રવચનકાર પૂજય શ્રી પ્રહરકીર્તિવિજયજી ગણિવર્ય, વિધ વિધાન મમજ્ઞ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી નિર્મળદર્શન વિજયજી ગણિવર્ય ભગવંતોને આચાર્ય પદ પ્રદાન વિધિ પ્રારંભ થશે તો સકલ સંઘને પધારવા વિનંતી છે.

પંચાચારશ્રી પવિત્ર એવા પંચ પંચ ગુણપ્રબંધથી યુકત આચાર્ય ભગવંતોના સંકલ્પના છત્રીસી ગુણો ધરાવતા સકલ સંઘને આશિર્વાદ આપો અને સૂરિલક્ષ્મીથી અલંકૃત થઈ જૈન શાસનને જયવંત કરો તેવી અનુમોદના કરવા વિનંતી છે.

બપોરે ૧૨.૩૦ કલાકે શ્રી લઘુ શાંતિસ્નાત્ર પૂજન શ્રી સાધમીક ભકિત થશે. ૧૫ દિવસીય મહામહોત્સવને સફળ બનાવવા જૈન શાસનમ રીલીજીયસ ટ્રસ્ટ તથા ગુરૂભકતોએ જહેમત ઉઠાવી હતી.

(11:28 am IST)
  • પાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST