Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ગારીયાધાર, સોનગઢ, દામનગર વિસ્તારમાંથી થયેલ સાત ચોરી, એક લૂંટનો ભેદ ખૂલ્યોઃ ત્રણ તસ્કરો ઝડપાઇ ગયા

ભાવનગર તા. ૧૫ : ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર તથા ગારીયાધાર વિસ્તારમાં થતી ચોરીઓનાં ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

જે હેઠળ એલ.સી.બી.ની ટીમ ગારીયાધાર પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત વિરૂધ્ધ નાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે તથા મિલ્કત વિરૂધ્ધ નાં ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગારોની તપાસમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ગારીયાધાર તાલુકાનાં સુખપર ગામે મોટી વાવડી ચોકડી એ વાહન ચેકીંગ દરમ્યાન કાળા કલરનાં બજાજ કંપનીનાં XCD ૧૨૫ રજી.નંબર- GJ-04-AR 7311 મો.સા. સાથે ચાલક

(૧) મનોજ બચુભાઇ સાથળીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધાર, (૨) રાજુભાઇ ધીરૂભાઇ વેગડ ઉ.વ.૨૨ ધંધો-ખેત મજુરી રહે.ભાડાનાં મકાનમાં, હાદાનગર, રેલ્વે ફાટકની પાસે, ભાવનગર હાલ-પરવડી રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાછળ,રફીકભાઇએ ફાર્મે રાખેલ વાડીમાં,ગારીયાધાર (૩) દુલાભાઇ રામજીભાઇ રાજકોટીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધારવાળા ઘરફોડ ચોરી કરવાનાં સાધનો તથા રોકડ રકમ મળી કુલ રૂ.૪૬,૭૨૫નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓની પુછપરછ કરતાં તેઓએ ભાવનગર તથા અમરેલી જીલ્લામાં અલગ-અલગ જગ્યાઓએ નીચે મુજબની ઘરફોડ ચોરી તથા લુંટનો ગુન્હો કરેલ હોવાની કબુલાત કરેલ.ં

(૧) પંદર દીવસ પહેલા મનોજ બચુભાઇ, રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ દે.પુ.,કેશુભાઇ જુઠાભાઇ દે.પુ., ભરત ઉર્ફે ટકલો સાચાભાઇ એ બે મો.સા. માં જઇ મોરબા ગામે ત્રણ મકાનમાં ચોરી કરેલ. (ર) ગઇ દીવાળીના તહેવારોમાં મનોજ બચુભાઇ, રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ તથા ભરત ઉર્ફે ટકો સાસાભાઇ ચારેય જણાં એક જ મો.સા.માં બેસી ભુતીયા ગામે મકાનમાં ચોરી કરેલ. (૩) ગયાં ડીસેમ્બર માસમાં મનોજ બચુભાઇ,રાજુ ધીરુભાઇ વેગડ તથા દુલા રામજી ત્રણેય જણાંએ એક મો.સા.  માં બેસી ગારીયાધાર,જુના વિરડી રોડ ઉપર ગણેશ જીનીંગ ફેકટરીની આગળ પાન-બીડીની બંધ દુકાન તથા બાજુમાં આવેલ ઘરમાં ચોરી કરેલ. (૪) એકાદ મહિના પહેલાં મનોજ બચુભાઇ,રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ, કેશુભાઇ જઠાભાઇ તથા ભરત ઉર્ફે ટકો સાસાભાઇ એમ પાંચેય જણાંએ બે મો.સા.માં દામનગર,ખારૂડી વિસ્તારમાં આવેલ સોસાયટીમાં છેલ્લાં બે માળનાં મકાને ચોરી કરેલ. (૫) એક મહિના પહેલા મનોજ બચુભાઇ,રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ અને કેશુભાઇ જુઠાભાઇ ચારેય જણાં બે મો.સા.માં જઇ ખોડવદરી ગામે આવેલ શટરવાળી દુકાને ચોરી કરેલ. (૬) પંદર દિવસ પહેલા મનોજ બચુભાઇ,રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ, કેશુભાઇ અને કેશુભાઇ જુઠાભાઇ ચારેય જણાં બે મો.સા.માં માંડવી ગામે ગામનાં ચોરા બાજુ જવાના રસ્તે આવેલ મકાનમાં ચોરી કરેલ. (૭) સોળ-સતર દિવસ મનોજ બચુભાઇ,રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ, કેશુભાઇ જુઠાભાઇ અને ભરત ઉર્ફે ટકો સાસાભાઇ પાંચેય જણાંએ નબુબેન રહે.ધામેલવાળીનાં બતાવ્યા પ્રમાણે બે મો.સા.માં ધામેલ ગામે જઇ લુંટ કરેલ. (૮ા મનોજ બચુભાઇ સાથળીયા તથા રાજુ ધીરૂભાઇ વેગડ વિરૂધ્ધ નામ. કોર્ટ દ્દારા ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.તે ગુન્હાનાં કામે તથા અગાઉનાં ગુન્હાઓમાં નીકળેલ પકડવાનો બાકી હોવાનું જણાય આવેલ.

આમ,ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર-સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં તથા અમરેલી જિલ્લાનાં દામનગર પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી-૭ તથા લુંટ-૧ મળી કુલ-૮ વણશોધાયેલ ગુન્હાઓ શોધી રૂ.૪૬,૭૨૫/-નાં ઘરફોડ ચોરીનાં સામાન સહિતનાં મુદ્દામાલ સાથે નામીચા ચોર સહિત કુલ-૩ ઇસમોને ઝડપી પાડવામાં ભાવનગર, એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા,હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા, અજયસિંહ વાઘેલા, ભહિપાલસિંહ ચુડાસમા તથા ડ્રાયવર ધર્મેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:27 am IST)