Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સમાજ સેવાના જીવંત દ્રષ્ટાંત સમા પ્રફુલાબેન પાઠકનુ રાજયપાલના હસ્તે સન્માન

ધ્રોલની એમ.ડી.મહેતા ટ્રસ્ટના શિક્ષિકા

ધ્રોલ તા.૧૫: ધ્રોલના એમ.ડી.મહેતા એજ્યુ.ટ્રસ્ટમાં ૧૮ વર્ષથી સેવા આપતા સામાજીક મહિલા કાર્યકર પ્રફુલાબેન જે.  પાઠકને તાજેતરમા વડોદરા ખાતે ઓપન પેઇઝ સંસ્થા દ્વારા એજયુકેટર એવોર્ડ આપવામા આવ્યો છે. રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે અપાયેલા આ એવોર્ડ માટે રાજયભરમાંથી ૫૦૦ જેટલી અરજીઓ આવી હતી. તેમાંથી પ્રફુલાબેનની પસંદગી થતા ધ્રોલ પંથકમાં આનંદની લાગણી છવાઇ જવા પામી છે.

ત્રણ જિલ્લાના ત્રણ તાલુકામાં વિવિધ ક્ષેત્રમાં વિવિધ વિષયોમાં ૩૦,૦૦૦થી વધારેલોકો માટે સાચી જનસેવાની પ્રવૃતિ કરીને પ્રફુલાબેનનો સમાજ લેવા ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે.

નાનપણથી સમાજસેવા માટે જીવન સમર્પિત કરી દેવાનો નિર્ધાર વ્યકત કરનારા પ્રફુલાબેનનુ વતન અમરેલી જિલ્લાના ખાંભા (ગીર) ગામ છે. અહી જ ધો.૪ થી ૧૨ સુધીનો અભ્યાસ કરનારા પાઠકે બહેનોને સહન કરવી પડતી મુશ્કેલીઓને નિહાળીને તેઓએ આજીવન લગ્ન નહી કરવાનો નિર્ણય કરીને સમાજમાં કચડાયેલી તરછોડાયેલી મહિલાઓના ઉત્થાન અને ઉત્કર્ષ મૃાટે જીવન સમર્પિત કરી દીધુ હતું. વતન ખાંભામાં જ યુવા વયે પ્રફુલાબેને જરૂરીયાતમંદ મહિલાઓ માટે તેમને શિવણકામ, ભરતકામ, શીખવવાનો પ્રારંભ કરીને સેંકડો બહેનોને સ્વનિર્ભર બનાવી હતી. ઉપરાંત પ્રોૈઢ શિક્ષણ ચલાવીને સેંકડો પ્રૌઢને અક્ષરજ્ઞાન આપ્યુ હતું.

જસદણ પાસેના ગોપાલગ્રામમાં ચાર વર્ષ સુધી સેવાઓ આપી આ સંસ્થામાં થતી વોટરશેડ યોજનાનો વિકાસ કરવાની યોજના ચલાવીને પ્રફુલાબેને, અન્ નાના વતન રાણેગાવ મુલાકાત પણ લીધી હતી. તે બાદ રાજકોટની આનંદી સંસ્થા સાથે સામાજીક સેવા કરવા જોડાયા હતા.  મોરબીના તાલુકાના ગામડે ગામે ફરીને ૫,૦૦૦ જેટલા પરિવારોને ભુકંપ પ્રફુ મકાનો બનાવી આપ્યા હતા. સુશ્રી પાઠકે ૯ કરોડ રૂ.ના ખર્ચે ભુકંપગ્રસ્તોના પુનઃવસન માટે ટુંકાગાળામાં કરેલી શ્રેષ્ઠ કામગીરીને નિહાળીને નેધરલેન્ડની સામાજીક સંસ્થા સ્થળ પર જ પ૦ લાખ રૂ.નો ચેક આપીને કચ્છમાં ભુકંપ ગ્રસ્તો માટે મકાનોની કામગીરી કરવાની જવાબદારી સોંપી હતી.

ભુકંપગ્રસ્તોની પુનઃવસનની કામગીરી પુર્ણ થયા બાદ પ્રફુલાબેન સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણી ક્ષેત્રની અગ્રેસર ધ્રોલની સંસ્થા એમ.ડી.મહેતા એજયુ.ટ્રસ્ટમાં જોડાયેલા હતા. આ સંસ્થા સંચાલકો તરફથી પુરતો સાથ સહકાર આપવામાં આવતા તેમને આ વિસ્તારની મહિલાઓના સર્વાગી ઉત્થાન અને ઉત્કર્ષ માટે કામો કરવાનો પ્રારંભ કર્યો હતો. સુશ્રી પ્રફુલાબેન મહિલાઓમા પોતાના હક્કો માટે જાગૃતિ આવે તે માટે ગામડે ગામડે ફરીને કાર્યક્રમોનું આયોજન કરીને તેમને જાગૃત કર્યા હતાં.

પ્રફુલાબેનને માનવ કલ્યાણ ટ્રસ્ટમાંથી ૨૦૧૭માં મહિલાઓના બાળ વિકાસ માટે એવોર્ડ અપાયો હતો. જે બાદ સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સામાજીક કાર્યકર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ બ્રહ્મ. નારી શકિતનો એવોર્ડ  એમ.ડી.મહેતા એજયુ. ટ્રસ્ટ દ્વારા સેવા નિવૃતી સન્માન એવોર્ડ અમદાવાદ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ અને તાજેતરમા વડોદરામાં રાજયપાલના હસ્તે સુશ્રી પાઠકને એજયુકેટર એવોર્ડ મળ્યો છે. તેમના શુભેચ્છકોમાં સુશ્રી પાઠકને આ એવોર્ડ મળ્યા બાદ માટે મો. નંબર ૯૭૨૩૦ ૨૮૩૦૧ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:23 am IST)
  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 9:28 am IST

  • બિહારની ધર્મશાળામાં બોમ્બ બ્લાસ્ટ : આરા ખાતે થયેલા વિસ્ફોટનો મુખ્ય આરોપી જીતેન્દ્રકુમારની ધરપકડ : કલકત્તાથી ૫ હુમલાખોરો આવ્યા'તા : ૧ હુમલાખોર ઘાયલ, ૩ ફરાર access_time 12:25 pm IST