News of Thursday, 15th February 2018

પોરબંદર હરિ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી

જૂનાગઢઃ પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત સાંદીપનિ શ્રી હરિ મંદિરમાં મહાશિવરાત્રી ઉત્સવ ઉજવાયો હતો. યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરૂદ્ર તેમજ શ્રી હરિમંદિરમાં ચન્દ્રમૌલેશ્વર મહાદેવને લઘુરૂદ્રાભિષેક ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યો હતો. દ્વાદશજ્યોતિર્લીંગનાં દર્શન તેમજ ભગવાન શ્રી ચન્દ્રમૌલીશ્વર મહાદેવને પુષ્પશ્રૃંગારના દર્શન થયા હતા. રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. ઋષિકુમારો દ્વારા લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. પૂજય ભાઈશ્રી ૨૭ વર્ષથી વારાણસી સ્થિત કાશીમાં શિવરાત્રી અનુષ્ઠાન કરે છે ત્યાંથી તેઓએ મહાશિવરાત્રી ઉત્સવની પ્રસન્નતા વ્યકત કરી શુભેચ્છા પાઠવેલ. લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યો તે તસ્વીર

(11:22 am IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • જમ્મુ કાશ્મીરના મેઢરમાં આતંકીઓનો ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો : ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યુ કાવતરૂ : આતંકી સરહદ પાર કરવાની ફિરાકમાં હતા access_time 12:24 pm IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST