News of Thursday, 15th February 2018

શનિવારે ખંભાળીયામાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની સ્કૂલ અને કોલેજ બિલ્ડીંગનું ઉદ્ઘાટન

ખંભાળીયા, તા. ૧૫ :. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ એસ.એન.ડી.ટી. સ્કૂલમાં દાતાઓના સહયોગથી બનેલ બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ તા. ૧૭-૨-૧૮ના દિને યોજાયો છે.

શેઠ સુરેશભાઈ મુળજી દત્તાણી પરિવાર દ્વારા તેમના વડીલોની સ્મૃતિમાં બનાવાયેલ માતુશ્રી દમયંતિબેન મુળજીભાઈ દત્તાણી તથા શેઠ શ્રી મુળજીભાઈ ગોરધનદાસ દત્તાણી હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલ તથા રૂપાબેન સુરેશભાઈ દત્તાણી કોલેજ ઓફ એજ્યુકેશનના બિલ્ડીંગનું ઉદઘાટન અને ટ્રસ્ટને અર્પણ કરવાનો કાર્યક્રમ તા. ૧૭-૨-૧૮ના રોજ યોજાયો છે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી વસંતબાવા મહોદય પોરબંદર રહેશે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ અને અતિથિઓ તરીકે શ્રીમતિ નીલમબેન સુધીરભાઈ લાલ, યુસુફભાઈ મુછાળા, જિસસ સુધીરભાઈ લાલ, ડો. હસમુખભાઈ પડીયા, મનસુખભાઈ બારાઈ તથા દાતાઓ સુરેશભાઈ દત્તાણી, શ્રીમતિ રૂપાબેન દત્તાણી, મોરારજીભાઈ દત્તાણી તથા ગોરધનદાસ આણંદજી પરિવાર ઉપસ્થિત રહેશે તથા ટ્રસ્ટીઓ અરવિંદભાઈ બરછા, તુલસીભાઈ ગોકાણી, પ્રતાપભાઈ દત્તાણી વિ. ઉપસ્થિત રહેશે.

(11:18 am IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST