Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જૂનાગઢ ભવનાથમાં અગ્નિ અખાડા સાધુ સંતોના ઓટલા રેગ્યુલાઇઝ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

જૂનાગઢ તા. ૧૫ : પંચ અગ્નિ અખાડા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરીને અગ્નિ અખાડા - યજ્ઞકુંડ, ચોક આગળનું રસોડું, સાધુ સંતોને બેસવાના ઓટલા કાયદેસર કરવા બાબતે જણાવેલ છે.

અખાડામાં મહંત મુકતાનંદજી (ચાંપરડા)એ રજૂઆતમાં પંચ અગ્નિ અખાડાના ઇષ્ટદેવ શ્રી ગાયત્રીમાતાજી છે. આ અખાડામાં ગાયત્રી માતાજીનું મંદિર તેમજ માતાજીની ચરણપાદુકા આવેલી છે. ત્યાં આગળ પ્રતિદિન હજારો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

આ અગ્નિ અખાડાની બિલ્ડીંગ ૪ માળની છે. જે ભવનાથ મંદિરની બાજુમાં આવેલી છે. આ બિલ્ડીંગ કાયદેસર છે. બિલ્ડીંગની બહાર દક્ષિણ બાજુમાં આવેલ ચોક, હવનકુંડ અને સંતોને બેસવાના ઓટલા તેમજ પૂર્વ બાજુએ આવેલ રસોડુ તેમજ ઉત્તર બાજુ અન્નક્ષેત્ર આવેલું છે. તેને એટલે કે આ બધી જગ્યાઓ ધારા-ધોરણ મુજબ રીગ્યુલાઇઝડ કરવા રજૂઆતમાં જણાવ્યું છે.

(11:18 am IST)
  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST