Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

તમાકુ - ધ્રુમપાન કરવાથી કુટુંબમાં આર્થિક પાયમાલી સાથે માંદગી આવે છે

મોરબીમાં ટોબેકો અવેરનેશ સેમિનારમાં માર્ગદર્શન અપાયું

મોરબી તા. ૧૪ : આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ટોબેકો કંટ્રોલ સેલઙ્ગ જિલ્લા પંચાયત મોરબી દ્વારા તાજેતરમાં યુ.એન. મહેતા કોમર્સ કોલેજ મોરબી ખાતે ટોબેકો અવેર્નેશ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં નિષ્ણાત તબીબો અને અધિકારીઓ દવારા તમાકુનો ઉપયોગ કરવાથી થતા રોગો અને તેમની ગંભીર અસર બાબતે કોલેજના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ તમાકુ ખાવાથી અને ધુમપાન કરવાથી કૌટુંબિક તથા આર્થીક તેમજ સામાજિક રીતે કઇ રીતે નુકશાન થાય છે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ તમાકુ ખાવું અને ધુમ્રપાન કરવુ તે કયારેક મોતને પણ આમંત્રણ આપવા સમાન છે તે અંગે વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને માહિતગાર કરવામાં આવેલ હતા

કાર્યક્રમમાં કોલેજના આચાર્ય તથા કોલેજના અન્ય પ્રોફેસરગણ તેમજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર હર્ષદ આર. સનારીયા તથા વિશાલ કંઝારીયા વગેરે સાથે મળી યુવાનોમાં વ્યસન મુકિત અંગેનો સંદેશ મળે અનેઙ્ગ યુવાપેઢી વ્યસન મુકત બને તે અંગે સારી રીતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું ઙ્ગઆરોગ્ય શાખાના જિલ્લા પંચાયત મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી. લકકડએ આ અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકો વ્યસન મુકત બને તે અંગે અપિલ કરી હતી.

સ્વદેશી જાગરણ મંચે સ્વદેશી અપનાવવાનો સંદેશ આપ્યો

સ્વદેશી જાગરણ મંચ મોરબી દ્વારા તા.૧૦ના રોજ સરસ્વતી શિશુ મંદિર ખાતે સ્વદેશી વિચારના પ્રથમ શહીદ બાબુગેનુને શ્રદ્ઘાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ તકે રાજકોટના પત્રકાર યોગેશભાઈ ભટ્ટે શહીદ બાબુગેનુના જીવન ચરિત્ર અને વિવિધ પ્રસંગો પર પ્રવચન આપ્યું હતું.

આ પ્રસંગે પશ્યિમક્ષેત્રના સહ સંયોજક રમેશભાઈ દવેએ સ્વદેશી વસ્તુ શા માટે વાપરવી જોઈએ તે વિસ્તૃત ચર્ચા કરી સમજાવ્યું હતું અને ચીની માલનો બહિષ્કાર કરવા પણ આહવાન કર્યું હતું. આ તકે મોરબી શહેરના દેશ ભકત ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં રેણુકાબેન ભોરણીયાએ સ્વદેશી ગીત રજૂ કર્યું હતું સ્વાગત પ્રવચન જીતેન્દ્રભાઈ સાણદિયાએ કર્યું હતું અને મહેમાનોનું સ્વાગત પ્રા.હિરેનભાઈ ચનીયારાએ કર્યું હતું. મોરબી જિલ્લાની ગતિવિધિ જિલ્લા સરક્ષક મહેશભાઈ ભોરણીયાએ કરી હતી, આભારવિધિ પ્રવીણભાઈ સરડવાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ પરજીયાએ કર્યું હતું.સમગ્ર આયોજનને સફળ બનાવવા પીયૂષભાઈ કોરડીયા, અંકિતભાઈ જોશી અને સંજયભાઈ રાજપરા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(12:41 pm IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST