Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વલ્લભીપુરના PGVCL ઓફીસ સામે વાડામાંથી દારૂ કબ્જે

ભાવનગર, તા. ૧૪ :  પોલીસ અધિક્ષક પી.એલ.માલ  તથા ના.પો.અધિ. પીરોજીયાનાઓએ દારૂ-જુગાર ની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી સાહેબને મળેલ બાતમી આધારે તેઓ તથા સ્ટાફના એ.એસ.આઇ. એ.ડી.પંડ્યા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ. હીપાભાઇ મકવાણા તથા પો.કોન્સ. પ્રવિણસિંહ વાળા વિ. મળેલ બાતમી હકીકત આધારે વલ્લભીપુર ભ્ઞ્સ્ઘ્ન્ ઓફીસ સામે આવેલ વાડામાંથી રોયલ ચેલેન્જર ગોલ્ડ વ્હીસ્કી ની ૭૫૦ પ્ન્ ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૩ કિ.રૂ. ૬૯૦૦/- તથા રોકડ રૂપીયા ૭૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૩૫૦૦/- મળી કુલ રૂપીયા ૧૭,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપી કિર્તીભાઇ ઉર્ફે પિન્ટૂ નિરૂભાઇ બારૈયા પકડી પાડેલ તેમજ આરોપી નં-૨ જીતુભાઇ નાગજીભાઇ ધામેલીયા રહે.વલ્લભીપુરવાળો હાજર મળી આવેલ નહી.જેથી મજકુર બંન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજી કરેલ છે.

(11:37 am IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • જમ્મુ કાશ્મીરના મેઢરમાં આતંકીઓનો ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો : ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યુ કાવતરૂ : આતંકી સરહદ પાર કરવાની ફિરાકમાં હતા access_time 12:24 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST