Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જૂનાગઢ જીલ્લા પ્રમુખ હર્ષદભાઇ રિબડીયાએ મનની વાતો રજૂ કરી

ર૦૧૯ ની ચૂંટણી માટે સજ્જઃ લોક પ્રશ્ન પાયામાં

જૂનાગઢ તા. ૧૪ :.. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસનાં તમામ કાર્યકરો અને પદાધિકારીઓને બોલાવીને એક ખાસ મીટીંગનંુ આયોજન કરીને લોકહીતનાં કામોનાં જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને વિસાવદરનાં ધારાસભ્ય એ પોતાના વિવિધ વિચારો રજૂ કરેલ. આપણા વિસ્તારનાં લોકોને ખૂબ ઓછી કિંમતે હોસ્પિટલની સુવિધા મળી,  આપણા વિસ્તારના તમામ બાળકોને ઉચ્ચ ગુણવતાવાળું શિક્ષણ મળી, આપણા વિસ્તારનાં યુવાનોને રોજગારીની પુરી તકો અહી મળે, આપણા વિસ્તારનાં બાળકો તેમજ યુવાનો માટે રમત-ગમતનાં મેદાનોની વ્યવસ્થા થાય, આપણા વિસ્તારનાં લોકો તથા વેપારીઓની સુખાકારી માટે કાયદો વ્યવસ્થાની કડક અમલવારી થાય છે., આપણા વિસ્તારમાં સામાજીક સમાનતા ઉત્કૃષ્ટ બને આપણા વિસ્તારમાં આવેલા ઉદ્યોગો અને લોકો વચ્ચે સુમેળતાભર્યા સંબંધો સ્થાપાય, આપણા વિસ્તારમાં વસતો કોઇપણ પરીવાર ભુખ્યો સુવે નહિ, આપણા વિસ્તારમાં વસતો કોઇપણ પરીવાર ઘરવિહોણો ના રહે, આપણા વિસ્તારનાં ખેડૂતોએ મહા મહેનતે પકવેલ ખેતજણસોનો ભાવ પોષણક્ષમ મળી રહે, વિકાસની આંધળી દોટમાં માનવતાનાં મુલ્યો નેવે ન મુકાઇ જાય, પર્યાવરણને નુકશાન પહોંચાડયા વગર માળખાગત સુવિધા મળી રહે તેવા તેમના વિચારો રજૂ કરેલ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી હર્ષદભાઇ રીબડીયાએ વિશેષમાં જણાવેલ કે, વિરોધ પક્ષમાં બેસીને પણ લોકહીતના કાર્યો માટે સતત જાગૃત રહેવાનું છે. મોટા ભાગના પ્રશ્નો લાંબા સમયથી હલ ન થતા હોય તેવા પ્રશ્નોને આપણા જિલ્લાનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, બાબુભાઇ વાજા અને ભીખાભાઇ જોશી તેમ કુલ ૪ ધારાસભ્યોને ફરીયાદ સંકલનમાં પ્રશ્નો મુકવા લોકોને માર્ગદર્શન આપવુ જેનાં માધ્યમથી લોકહીતનાં કાર્યોમાં ૧૦૦ ટકા સફળતા મળશે. તેવો વિશ્વાસ વ્યકત કરીને નીતિ વિષયકનાં પ્રશ્નોને તેઓ પોતે વિધાનસભામાં રજૂ કરશે અને વધુમાં એવુ જણાવ્યું હતું કે,  કોંગ્રેસ પક્ષના લોકો સત્તા માટે ઇલેકશનમાં નથી જંપલાવતા તેઓ ખરાઅર્થમાં લોકોની સેવા માટે જંપલાવે છે. આવનારા દિવસોમાં જિલ્લા કોંગ્રેસ પક્ષે લોકસભા-ર૦૧૯ ની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.

(11:21 am IST)