Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ભાવનગરમાં ઓક્સિજન સંકટ ન સર્જાય તે માટે જિલ્લા તંત્ર સંક્રિય : 2 તાલુકામાં નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ

મહુવા અને પાલીતાણા ખાતે બે નવા ઓકસીજન પ્લાન્ટ કાર્યરત કરી દેવાયા

ભાવનગર શહેરમાં સ્થિતિ ને કાબૂમાં લેવા અને કોરોના કેસ મા ઘટાડો લાવવા મનપા સતત પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે જિલ્લાના ગામડાઓમાં પણ ધીરે ધીરે કોરોના કેસ મા વધારો આવી રહ્યો છે.

જિલ્લા પંચાયતના હેલ્થ વિભાગ દ્વારા પણ જિલ્લાના ગામડાઓમાં સ્થિતિ કાબૂમાં રહે તે માટે પ્રયત્નો શરૂ કરી દીધેલ છે જેમાં મહુવા અને પાલીતાણા ખાતે બે નવા ઓકસીજન પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવેલ છે. આ સિવાય ગામડાઓમાં આવેલ દવાખાનાઓમાં પુરતા પ્રમાણમાં સ્ટરેચર, ઓકસીજન બોટલો, નવા બાયપેપ મશીનો અને દવાઓ નો ખુબ જ મોટો સ્ટોક કરી દેવામાં આવેલ છે જેને લઇને જો સ્થિતિ કાબુ બહાર થાય તો બીજી લહેર જેમ દર્દીઓને સમસ્યાનો સામનોના કરવો પડે તે માટે જિલ્લા પંચાયતના હેલ્થ વિભાગ દ્વારા આગોતરા સાવચેતીના ભાગ રૂપે વ્યવસ્થા કરી દેવામા આવી છે અને જરૂરિયાત પ્રમાણે સરકારી દવાખાનાઓમાં ગ્રામ્ય લેવલે સાધનો અને દવા પહોંચાડવામાં આવી રહી છે.

(1:03 am IST)