Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

લખતર મોતીસર તળાવમાં મોટી સંખ્યામાં કોલમોરાટ પક્ષી શિકાર કરવા ઉતાર્યા હોય નયનરમ્ય દ્રશ્ય જોવાયા

તળાવમાં છેલ્લા 75 કરતા વધારે વર્ષોથી ટોળામાં રહેતા વિદેશી પક્ષી કોલમોરાટ શિયાળો ગાળવા આવે છે

અમદાવાદ :રાજ્યની આબોહવા વિદેશી પક્ષીઓને માફક આવતી હોય વર્ષો થી વિદેશી પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા આવે છે ત્યારે લખતર મોતીસર તળાવમાં છેલ્લા 75 કરતા વધારે વર્ષો થી ટોળા માં રહેતા વિદેશી પક્ષી કોલમોરાટ શિયાળો ગાળવા આવે છે મોતીસર તળાવ ની આજુબાજુ ના ઉંચા ઝાડ ઉપર માળા બનાવી વસવાટ કરી બચ્ચાં ઉછેરે છે આ પક્ષીઓ બપોરે તડકા માં શિકાર કરતા હોય છે

સવાર સાંજ ઝાડ ઉપર તડકા માં બેસી ગરમાવો મેળવતા હોય છે આજે બપોરે ના સમયે એક સાથે અસંખ્ય પક્ષી શિકાર કરવા મોતીસર તળાવ માં ઉતર્યા હોય નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા

(8:40 pm IST)