Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જામનગરમાં લાલ પરિવારની સંસ્થાઓ દ્વારા ૨૬ સ્થાનો પર વિતરણમાં ઉમટતા પતંગ રસીકો

જામનગર તા.૧૫ ઃ સેવાકિય સંસ્થા  હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્રારા શહેરના જુદા-જુદા ૨૬ જેટલા વિસ્તારોમાં મકરસક્રાંતિના પર્વ નિમિતે ગઈકાલ શુક્રવારના રોજ વિનામુલ્યે પતંગ વિતરણનો કાર્યક્રમ બન્ને સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

જામનગર શહેરમાં સેવાકિય પ્રવૃતિઓ ચલાવતી તેમજ વિવિધ ધાર્મીક અને સામાજીક ઉત્સવની ઉજવણીમાં સહભાગી બનતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્રારા જામનગર શહેરમાં મકરસંક્રાંતિનું પર્વ આબાલ વૃધ્ધ સૌ કોઈ આનંદ-ઉત્સાહ માણી શકે તે માટે પતંગ વિતરણ શહેરભરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.

શહેરની ઉત્સવપ્રિય જનતા માટે પતંગ વિતરણના બે મુખ્ય મથક ડી.કે.વી.કોલેજ સર્કલ તેમજ એતિહાસિક ચાંદી બજારના ચોકમાં શહેરના મહાનુભાવો-વેપાર-ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ તેમજ સામાજીક આગેવાનો જોડાયા હતા. જેમા મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્થાય સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ગોવા શીપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, વેપારી અગ્રણી અરવિંદભાઈ પાબારી, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, દિનેશભાઈ પટેલ, સનતભાઈ મહેતા, લોહાણા મહાજનના માનદમંત્રી રમેશભાઈ દતાણી અને કોર્પોરેટરો, સામાજીક આગેવાનો તથા કાર્યકરો તેમજ નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ તમામને

શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતુભાઈ લાલ) ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલે આવકાર્યા હતા.

લાલપરિવારની બન્ને સંસ્થા દ્વારા શહેરના જુદા જુદા છવીસ વિસ્તારો જેવા કે, બેડેશ્વર ચોક, રામેશ્વર ચોક, અન્નપૂર્ણા ચોક, ધરારનગર-૨ વિસ્તાર, ડી.કે.વી.સર્કલ, નાગનાથ ગેઈટ, નવાગામ ધેડ, નિલકમલ ચોકડી, દિગ્જામ મીલ ચાલી, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતનગર-પટેલ સમાજ, ગોકુલનગર, લીમડાલાઈન, ચાંદી બજાર સર્કલ, સુભાષ-શાકમાર્કેટ, ગુલાબનગર-શાકમાર્કેટ, હાપા, લાલવાડી, મહાપ્રભુજીની બેઠક, દરબારગઢ સર્કલ, હવાઈ ચોક, ૫૮-દિ.પ્લોટ, શંકર ટેકરી, મયુર ટાઉનશીપ તેમજ સાધના કોલોની સહિતના વિસ્તારોમા સવારે ૧૦ઃ૦૦ થી ૧૨ઃ ૦૦ દરમ્યાન વિનામુલ્યે પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં જે તે વિસ્તારના સ્થાનિક આગેવાનો - કોર્પોરેટરો, સામાજીક કાર્યક્રરો જોડાયા હતા. તેમજ પતંગ રસીયાઓ વિશાળ સંખ્યામાં ભાત-ભાતના રંગબેરંગી પતંગો મેળવવા ઉપસ્થિત રહયા હતા.

(2:12 pm IST)