Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જૂનાગઢમાં ઉંચી બ્રાન્ડની દારૃની ખાલી બોટલમાં નીચી બ્રાન્ડનો દારૃ ભરી વેચવાનું કારસ્તાન

બે શખ્સોની રૃા. ૪૧ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૫ : જૂનાગઢમાં ઉંચી બ્રાન્ડની દારૃની ખાલી હોટલોમાં નીચી બ્રાન્ડનો દારૃ ભરી વેચવાનું કારસ્તાન ક્રાઇમ બ્શ્રાંચ પકડી પાડી રૃા. ૪૧ હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં ખલીલપુર ચોકડી પાસે આવેલ ઇશ્વર ઠાકુરના વંડામાં વિદેશી દારૃની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. ભાટી, પી.એસ.આઇ. બડવા સહિતના સ્ટાફે ગઇકાલે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં સ્થળ પર ઉંચી બ્રાન્ડની વિદેશી દારૃની ખાલી બોટલમાં નીચી બ્રાન્ડનો દારૃ ભરી તેનું વેચાણ કરવામાં આવતુ હોવાનું ખુલ્યું હતું.

જેમાં ખલીલપુર રોડ ખાતેના કૈલાસનગરનો યોગેશ લભુભાઇ બકોટીયાએ વડોદરાનો નિલેશ નામના શખ્સ પાસેથી જૂનાગઢના ખામધ્રોળ રોડ ખાતેના ખોડીયાર ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતો ધવલ પ્રવિણ માલવણીયા મારફતે વિદેશી દારૃની ઉંચી બ્રાન્ડની ખાલી બોટલો, ઢાંકણા અને બુચ વગેરે મંગાવાતો હોવાનું જણાયું હતું.

ક્રાઇમ બ્રાંચે સ્થળ પરથી દારૃની ૪ બોટલ, ૧૧૫ ખાલી બોટલ, દારૃની બોટલના બુચ સાથેના ૮૨ ઢાકણા ગરણી અને વાહન મળી કુલ રૃા. ૪૧,૫૭૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તેમજ યોગેશ લખુ અને ધવલ પ્રવિણની ધરપકડ કરી આ બંને શખ્સો તેમજ વડોદરાનો નિલેશ તેમજ ખામધ્રોળનો શૈલેષ ઉર્ફે જગીરો કોળી સામે તાલુકા પોલીસમાં કોન્સ્ટેબલ કરશનભાઇએ ગુનો દાખલ કરાવ્યો હતો.

(2:08 pm IST)