Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજકોટ ડેરીને સરકારની ૧૩૭પ લાખની સહાયઃ વીંછીયા કુલીંગ યુનિટ નવીનીકરણ

રાજકોટ : રાજય સરકારના કૃષિ સહકાર વિભાગથી ડેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘને રૃા. ૧૩૭પ.૮૪ લાખની સહાય મંજૂર કરવામાં આવેલ છે. વિકાસ માટે ર૦ ટકા મુજબ ૭૯પ.૪૭ લાખ દૂધ સંઘ ભોગવશે. સંઘ દ્વારા વિંછીયા કુલીંગ યુનિટના નવીનીકરણ અને વિસ્તૃતીકરણની યોજના હાથ ધરવામાં આવેલ છે. સરકારી સહાયના ચેકનો વિતરણ કાર્યક્રમ આજે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની હાજરીમાં યોજાયેલ. આ પ્રોજેકટ સહાય અંતર્ગત પ્રથમ તબકકે રૃા. ૩.પ કરોડનો ચેક મળેલ છે. ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, ડીરેકટર ગોવિંદભાઇ રાણપરીયા વગેરેએ તે સ્વીકારી સરકારનો આભાર માનેલ. ડેરી ખાતે પણ દૂધ ચકાસણી પ્રક્રિયા વધુ સુદૃઢ કરાશે તેમજ ટેકનોલોજી આધારીત વિકાસ કરાશે. આ પ્રસંગે ધારાસભ્ય અને જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર, સહકાર સચિવ એન. બી. ઉપાધ્યાય, કલેકટર અરૃણ મહેશબાબુ, પશુપાલન નિયામક ફાલ્ગુની ઠાકર, ડી. ડી. ઓ. દેવ, ચૌધરી, જિલ્લા રજીસ્ટ્રાર વી. આર. કપુરીયા, ડેરીના એમ. ડી. વિનોદ વ્યાસ અને દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતાં.

(11:40 am IST)