Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

પોરબંદરમાં પછાતવર્ગમાં અક્ષરજ્ઞાનની ખામી દૂર કરવા શરૂ કરેલી કન્‍યાશાળા બિલ્‍ડીંગ જર્જરિત

(સ્‍મિત પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૫: જુના પોરબંદર વિસ્‍તાર હોળી ચકલા જે આજે ખારવા વાડથી ઓળખાય છે. મુગટ સમાન ગણાતો અને ધીકતું બંદર સીઝની છે. ગણાતું ત્‍યારે હોળી ચકલા ની જાહો જલાલી પણ ભૂલી શકાતી નથી. તે સુવર્ણ યુગમાં કન્‍યા કેળવણીના પ્રખર હિમાયતી શહેરના ઉદ્યોગપતિ સ્‍વ.શેઠ  નાનજીભાઇ કાલિદાસ મહેતા એ પોરબંદરને પોતીકું ગણી કન્‍યા કેળવણીનો મજબૂત પાયો નાખ્‍યો અને હોળી ચકલા માં શહેરની શોભાને મૂર્તિ મત કરી પોતાના નામથી એટલે નાનજીભાઇ કાલિદાસ મહેતાની કન્‍યા શાળા શરૂ કરી બાંધી આપી રાજય ને અર્પણ કરી આ કન્‍યા શાળા નું હેતુ કન્‍યા ઉત્‍કર્ષ સાથે પછાત વર્ગની વેદના સમાયેલી તે વર્ગની પાસે અક્ષરજ્ઞાન નહિ હતું ત્‍યારે આ વર્ગની કન્‍યાને અક્ષર જ્ઞાન મળી રહે તે માટે અને આગળ જતા પોતે પગભર થઈ શકે તેવા હેતુ થી સાકાર કરી. આ શાળા માં આજ દિન સુધી નામી અનામી દરેક વર્ગની કન્‍યાઓએ શિક્ષણ લીધેલ છે પછાત વિસ્‍તારો પર સ્‍વ. શેઠ નાનજીભાઇ કાલિદાસ મહેતા વધારે હિમાયતી રહેલા અને પછાત વર્ગની કન્‍યાઓ આત્‍મનિર્ભર થાય અને અક્ષરજ્ઞાનની અજ્ઞાનતા અને ખામી રહેલ છે તે દૂર કરવા આ કન્‍યા શાળા સાકાર કરી હતી.

શહેરની નામી અને અનામી અનેક કન્‍યાઓ પછાત વર્ગ સહિતની કન્‍યાઓ આગળ આવી છે જીવન પથ પર આગળ આવી છે. આ વિસ્‍તાર દરિયા સાથે સંકળાયેલ ખારવા સમાજનું રેહનાક અને ગીચ વસ્‍તી ધરાવે છે અને ખારવા સમાજ નો મુખ્‍ય ધંધો વહાણ વટ્ટી અનેસ્ત્રી વર્ગ શ્રમિક છે કન્‍યાઓ અભ્‍યાસ કરી રહી છે. પણ મંજિલ ઘણી દૂર રહે છે કારણ કે અંધ શ્રદ્ધા નો પ્રભાવ છે તે પ્રભાવ ધીમે ધીમે હટી પણ રહ્યો છે. આજ કેટલીક કન્‍યાઓ અને યુવા વર્ગ ડોક્‍ટર વકીલ વિગેરે .. વ્‍યવસાય માં આગળ આવી રહ્યા છે. પરંતુ વડીલો ની અજ્ઞાનતા ના કારણે શિક્ષણ નો વ્‍યાપ ૨૫% થી ૩૦% છે. તેનો સબળ કારણ આર્થિક પરિસ્‍થિતિ નબળી અને ભણીને આગળ નીકળી ગયા છે. તે પૂરતા જ મર્યાદિત છે.

વર્તમાન પરિસ્‍થિતિ એ હોળી ચકલા ખારવા વાડમાં આવેલ સ્‍વ. શેઠ શ્રી નાનજીભાઇ કાલિદાસ કન્‍યા શાળા અતિ જર્જરિત બની ગય છે અને બની રહી છે. આજે શિક્ષણ લેતા નાના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમ રૂપ છે. હાલ આ શાળાનો ભાગ જે પાછળનો છે અને લાખાણી ફળિયામાં પણ આવે છે. તે ભાગ માં આવેલ શાળાના ખંડો અને દીવાલ અતિ જર્જરિત બની રહ્યા છે. તિરાડો પડી ગઈ છે , વૃક્ષો ના મૂળિયાં ધાબા અને દીવાલ ફાડી ને નીચે આવી રહ્યા છે. જીવના જોખમે નાની કુમળી વયનાં કન્‍યા સહિત બાળકો અભ્‍યાસ કરી રહ્યા છે. શિક્ષકોને પણ વિદ્યા અભ્‍યાસ કરાવતા ભય રહે છે. ઓચિંતી ક્‍યારેક કોઈ એવી અપ્રિય દ્યટના બની જશે. ત્‍યારે શુધ્‍ધ બુદ્ધિ હસે કે કેમ ? આ ખંડેર બની રહેલી શાળા ખંડેર બને તે પેહલા રક્ષિત કરવાની અને દીવાલ નું રીપેરીંગ કામ કરવાની શાળા ના જવાબદારો શિક્ષણ વિભાગ ને તેમજ સરકારને વર્ષોથી લેખીક મોખિક રજૂઆતો કરવામાં આવે છે પરંતુ સરકાર કે શિક્ષણ ખાતું આ ભય જનક બનેલ શાળાની પડી ગયેલ તિરાડો ની મરામત કરવા કે નવી બનાવા બેદરકારી દાખવી છે. ભ્રષ્ટાચાર માટે ગ્રાન્‍ટ મળે છે પરંતુ સુરક્ષા માટે નબળી પડી ગયેલ આ દીવાલ નવી બનાવા કે અને પડેલ તિરાડોને બુરવા શિક્ષણ વિભાગને ગ્રાન્‍ટ મળતી નથી  નગરપાલિકાએ પણ આ શાળાને ભય જનક બિલ્‍ડીંગ તરીકે પોતાના લીસ્‍ટમાં સ્‍થાન આપેલ છે કે કેમ ? અને જો પાલિકા એ આ સ્‍થાન આપ્‍યું હોઈ તે તેની પણ જવાબદારી છે કે આ શાળાને આરક્ષિત કરવી જોઈએ કારણ કે નગરપાલિકા પોરબંદરના નાગરિકો પાસેથી શિક્ષણ કર ઉઘરાવે છે. અને મોટી આવક મેળવે છે એટલે તે તેની ફરજ અને જવાબદારી માં છે જે રીતે નવા પાળા વિસ્‍તારમાં શિંગડા મથ સામે આવેલ બ્રાન્‍ચ શાળા સંપૂર્ણ જર્જરિત થય ગયેલ તે શાળાને નવી નગરપાલિકા એ નવી બનાવી આપી તેમાં સેકડો વિદ્યાર્થી અભ્‍યાસ કરતા થયા છે. ત્‍યારે આ ભયજનક શાળા પણ વિદ્યાર્થી વિદ્યાર્થિની ઓ પોતાનુ ભાવિ ઘડી રહ્યા છે તેમને પણ રક્ષિત કરવા જોઈએ. સમાજ સંગઠીત બને અને સરકાર અને શિક્ષણ ખાતાએ જર્જરિત દીવાલો અને ખંડેર બનેલા રૂમોનું નવીનીકરણ કરવાની માંગણી ઉઠી છે.

(1:30 pm IST)