Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જામનગરમાં જેલમાંથી છુટનાર આરોપીઓની હત્યાના કાવતરાનો પર્દાફાશ

તલવાર, ધારીયા, ફરશી, પાઇપો, કુહાડી સાથે આવેલ ટોળકીને ઝડપી લેતી જામનગર એલસીબીઃ બે સગીર સહીત ૭ ઝડપાયા

જામનગરઃ જેલ બહાર છુટેલા આરોપીને જાનથી હથીયારો સાથે મારવા આવેલા ૭ લોકોને દેશી તમંચા બુલેટ અને તીક્ષ્ણ હથીયારો સાથે એલસીબીએ ઝડપી પાડયા છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા, ૧૫: જામનગર જીલ્લા જેલમાંથી છુટનાર ૩ આરોપીઓની હત્યાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કરીને ર સગીર સહીત ૭ શખ્સોને હથીયારો સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહીતી મુજબ ફરીયાદી હાજી હમીરભાઇ ખફી રહે. મસીતીયા તા.જી. જામનગરનાઓ ઉપર આરોપી અશ્વીનભાઇ વસરા તથા અન્ય ઇસમોએ ભેગા મળી ગે.કા. મંડળી રચી, ઘાતક હથીયારોથી સજ્જ થઇ આવી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરીયાદીને શરીરેે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી ગુનો આચરતા જે બાબતે જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો હતો. આ ગુનાના કામે પકડાયેલ આરોપીઓ પૈકીના તુષાર ઉર્ફે રાજુ તથા લક્ષ્મણ ઉર્ફે અજય તથા રાજભા ચતુરસિંહ સોલંકી નાઓ તા.૧૩-૧-ર૦ર૦ના રોજ નામદાર કોર્ટના હુકમથી જિલ્લા ઉર્ફે અજય તથા રાજભા ચુતરસિંહ સોલંકીનાઓ તા.૧૩-૧-ર૦ર૦ના રોજ નામદાર કોર્ટના હુકમથી જિલ્લા જેલ જામનગર ખાતેથી જામીન ઉપર મુકત થનાર હોય જેની અદાવતમાં હાજી હમીરભાઇ ખફી રહે. મસીતીયા તા.જી. જામનગરનાઓએ પોતાના માણસોને ઘાતક હથીયારો સાથે મોકલી મજકુર ત્રણેયના ખુન કરાવી નાખવા માટેની તૈયારી કરેલ હોવા અંગેની ગુપ્ત માહીતી એલસીબી જામનગરના પોલીસ કર્મચારી હરદીપભાઇ ધાધલ તથા સુરેશભાઇ માલકીયાને મળતા એલસીબીની ટીમ ત્વરીત એકશનમાં આવી ગયેલ અને ટુંકા સમયગાળા દરમ્યાન સમય સુચકતા વાપરી જામનગર જીલ્લા જેલ ખાતે પહોંચી આરોપીઓને ઘાતક હથીયારો સાથે પકડી પાડવામાં આવેલ છે.

પોલીસે ઇકબાલ બશીરભાઇ સંધી-રહે. જામનગર (તમંચો તથા કાર્ટીસ) આશીફ અલીભાઇ સંધી રહે. જામનગર (તમંચો તથા કાર્ટીસ) રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર, ઐયાજ ઐયુબભાઇ ખફી, હાજી ઐયુબ ખફી સુમરા તથા બે કાયદાથી સંઘર્ષીત કિશોરની ધરપકડ કરીને તેના કબ્જામાંથી દેશી બનાવટના તમંચા-ર તથા કાર્ટીઝ નંગ-૭ તેમજ ધારદાર ફરસી નંગ-૬, કુહાડી-૧, ધારીયુ નંગ-૧, લોખંડની પાઇપ-૩ તલવાર જેવો છરો નંગ-૧ તથા રોકડ રૂ. ૧૮,૭૦૦ મોબાઇલ ફોન નંગ-૬ તથા ઇકો કાર નંગ-૧ મળી કુલ રૂ. ર,૬૬,૬૦૦ મુદામાલ કબજે કરવામાં આવેલ છે.

જયારે હાજીભાઇ હમીરભાઇ ખફી સુમરા રહે. મસીતીયા તા.જી.જામનગર (સોપારી આપનાર) શિવાભાઇ જાડેજા રહે. જામનગર, રહીમ કાસમ સુમરા રહે. જામનગર, કીશન કોળી તથા બીજા ત્રણ માણસો (રેનોલ્ડ કવીડ ગાડીમાં) ઇમરાન મોહમંદ સુમરા (એકસીસ મોટર સાયકલમાં) સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફે બાંડીયો (સ્પ્લેન્ડર મો.સા.માં)નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કામગીરી જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડે માર્ગદર્શન હેઠળ એલસીબી પો.ઇન્સ. કે.જી.ચૌધરીની રાહબરીમાં એલસીબી સ્ટાફના પો.સ.ઇ. બી.એમ.દેવમોરારી તથા  પો.સ.ઇ. આર.બી.ગોજીયા એલસીબી સ્ટાફના  સંજયસિંહ વાળા, માંડણભાઇ વસરા, અશ્વીનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, રઘુભા પરમાર, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડીયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, ધાનાભાઇ મોરી, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિેગરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:29 pm IST)