Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

હળવદમાં નાઇટ વોલીબોલ

 હળવદ : રાત્રીના સમયે બજરંગ યુવા ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી તેમજ સુરેન્દ્રનગરમાંથી જુદી જુદી ૨૦ ટીમોએ ભાગ લીધો હતો અને વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.બજરંગ યુવા ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ એક દિવસ માટે કરાયેલા આયોજનમાં મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જુદી-જુદી ૨૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમને ૫૫૦૦ રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપવામાં આવી હતી સાથે ઉપ વિજેતા ટીમને પણ ટ્રોફી અને રૂ.૨૫૦૦ નું રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતું આ વોલીબોલ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા રાજુભાઈ ભુવા,જીગ્નેશ પટેલ, કિરીટભાઈ પટેલ , યોગેશ ઝાલોરિયા તેમજ બજરંગ યુવા ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. વોલીબોલ ટુર્નામેન્ટ મેચ તથા મેડલની તસ્વીરો.(તસ્વીર : દિપક જાની, હળવદ)

(12:21 pm IST)