Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ધારાસભ્ય સોલંકી દ્વારા વિકાસકામો મંજૂર

વઢવાણ તા.૧૫ : લોકસંપર્ક, સતર્કતા તેમજ જાગૃતિ સાથે સતત રજૂઆત અને સંદ્યર્ષના પરિણામે આજે સમગ્ર મતવિસ્તાર દસાડા, પાટડી, લખતર અને લીંબડી નળકાંઠો વિકાસના પંથે મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. સ્વાર્થી નેતૃત્વ થકી છેલ્લાં ૨૦ વર્ષથી ઉપેક્ષિત અવસ્થામાં આ સમગ્ર વિસ્તારમાં વિકાસનો પડછાયો પણ દેખાયો નહિ. આ સમગ્ર કાર્યમાં મારા મતવિસ્તારના એક એક સાથીદારનો સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે ત્યારે પાટડી દસાડા તાલુકાના ધારાસભ્ય ના મત વિસ્તારમાં દરેક વિસ્તારોમાં સરકારશ્રીમાં લડત આપી અને કામો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આ કામની શરૂઆત પણ કરવામાં આવી છે ત્યારે જે વિસ્તાર અને જે ગામોમાં કામો મંજૂર થયા છે જેની વિગત આ મુજબની રહેલી છે

જેમાં લીંબડીવિસ્તારમાં પરાલી - પરનાળા રોડ, ૨૦.૦૦ લાખ, લક્ષ્મીસર - એપ્રોચ રોડ, ૯૭.૫૦ લાખ, તાવી - રોજાસર - ભગવાનપર રોડ, ૨૯૦.૦૦ લાખ, દસાડા વિસ્તારમાંખેરવા - નાગડકા રોડ, ૫૪.૦૦ લાખ, એછવાડા - એરવાડા રોડ, ૯૨.૦૦ લાખ, એરવાડા - છત્રોટ - સુશીયા રોડ, ૮૪.૦૦ લાખ, સુરજપુરા - જરવલા રોડ, ૪૫.૦૦ લાખ, ઊપરીયાળા - મોટા - ગોરૈયા રોડ, ૩૬.૦૦ લાખ,  રાજપર  - કમાલપુર રોડ, ૧૦૮.૦૦ લાખ, નવાપરા એપ્રોચ રોડ, ૨૨.૫૦ લાખ, ભડેણા - કાકરાવાડી રોડ, ૨૭.૭૫ લાખ, નવા સવલાસ એપ્રોચ રોડ, ૬.૦૦ લાખ, ફુલકી - મોટા ઉભડા રોડ, ૭૩.૦૦ લાખમાં, નાવીયાણી - માનાવાડા રોડ, ૭૧.૦૦ લાખ, ઝેઝરા - એપ્રોચ રોડ, ૨૦.૦૦ લાખ, વોલેવડા - માનાવાડા રોડ, ૬૭.૦૦ લાખ, આલમપુરા - વનપરડી રોડ, ૩૩.૦૦ લાખ, ફુલકી - પાટડી - ખારાદ્યોડા  રોડ, ૯૦૦.૦૦ લાખ, ફતેપુર એપ્રોચ રોડ, ૧૩૦.૦૦ લાખ, લખતરમાલીકા - વડલા રોડ ૮૧.૦૦ લાખ, લખતર - કેસરિયા રોડ ૧૧૨.૫૦ લાખ, બાબાજીપરા એપ્રોચ રોડ,૨૨.૫૦ લાખમા લખતર - લીલાપુર રોડ, ૩૨૦.૦૦ લાખ, લખતર - તાવી - શીયાણી - લીંબડી રોડ, ૧૨૫૦.૦૦ લાખ, કારેલા - ઢાંકી - છારદ રોડ ૪૦૦.૦૦ લાખ આ મુજબના કામો મંજૂર કરવામાં આવ્યા છે

(12:19 pm IST)