Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જુનાગઢમાં પાટા ઓળંગતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતાં બે બહેનના એકના એક ભાઇ મહેશનું મોત

મહેશ કુમારખાણીયાના મોતથી બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: એક પુત્ર તો ત્રણ મહિનાનો જ છેઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: જુનાગઢમાં રેલ્વેના પાટા ઓળંગતી વખતે જ ટ્રેન આવી જતાં ડુંગરપુરના પાંત્રીસ વર્ષના યુવાન બે બહેનના એકના એક ભાઇનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જુનાગઢના ડુંગરપુરમાં રહેતો અને જુનાગઢમાં હીરા ઘસવાની મજૂરી કરતો મહેશ મનસુખભાઇ કુમારખાણીયા (ઉ.વ.૩૫) નામનો યુવાન તા.૯ના બપોરે સાડા બારેક વાગ્યે જુનાગઢમાં એલસીબી ઓફિસ પાસે પાટા ઓળંગી રહ્યો હતો એ વખતે જ ટ્રેન આવી ગયાની ખબર ન પડતાં ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સંક્રાંતની વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી કાગળો જુનાગઢ મોકલ્યા હતાં. મૃત્યુ પામનાર બે બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એકની ઉમર તો હજુ ત્રણ મહિના જ છે. પત્નિ જયશ્રી, માતા, પિતા, બહેનો સહિતના સ્વજનો આ બનાવથી શોકમાં ગરક થઇ ગયા છે.

(12:13 pm IST)