Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જીજ્ઞેશ કૈલાનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવીને રૃપિયા માંગ્યા

ઉદ્યોગપતિને મેસેજ કરીને કહ્યું કે ૩૦ હજારની જરૃર છે ઓનલાઇન ટ્રાન્સફર કરો... કાલે પરત કરી દઇશ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખના નામે કોઈ ભેજાબાજે ફેસબુકમાં ડમી એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડલિસ્ટમાં રહેલા યુઝર્સ પાસેથી પૈસાની માંગણી કરી હોવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. હાલ આ મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલાના નામનું ફેસબુક ઉપર કોઈ હેકરે દ્વારા ડમી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. અને આ શખ્સ દ્વારા ફેસબુક ફ્રેન્ડ્સને પૈસા ટ્રાન્સફર કરવાની માંગણી કરતા મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ ડમી એકાઉન્ટમાંથી એક ઉદ્યોગપતિને મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે રૃ. ૩૦ હજારની જરૃર છે ઓનલાઈન ટ્રાન્સફર કરો. હું તમને આવતીકાલે પરત કરી દઈશ. આમ આ પ્રકારના મેસેજ કરીને અનેક ફ્રેન્ડ્સ સમક્ષ પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(10:24 am IST)