Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કેબીસીમાં કચ્છના પાબીબેન રબારીને બીગ-બીએ કહ્યુ... હિન્દુસ્તાન કા વો આયના હે જહા ઇન્સાનિયત કા ચહેરા સાફ નજર આતા હૈ...

આજે 'કર્મવીર' એપીસોડમાં હસ્ત કલાકાર 'પાબીબહેન પર્સવાળા' ચમકશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧પ : આજે તા. ૧પને શુક્રવારે અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ''કોન બનેગા કરોડપતિ''ના એપીસોડમાં ''કર્મવીર'' શ્રૃંખલામા કચ્છના હસ્તકલાકાર પાબીબેન રબારી ચમકશે.

આજે રાત્રીના ૯-૩૦ વાગ્યે સોની ટીવી ઉપર કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે

તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે.

સોની ટીવીના પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિ જેનું વિશ્વના ૧૭૦ થી વધારે દેશોમાં પ્રસારણ થાય છે અને ૩૭ મિલીયનથી પણ વધારે દર્શક ધરાવતા અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા સંચાલીત આ શોમાં પહેલીવાર કચ્છ અને ગુજરાતના 'કર્મવીર' તરીકે પાબીબેન રબારીની પસંદગી કરવામાં આવી છે.

પાબીબેન કોમ નામની ગ્લોબલ બ્રાન્ડ સ્થાપિત કરીને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.

કારીગર કિલનીક દ્વારા તૈયાર કરવામાં આવેલા લોકલ ગીફટ બોકસ અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરને આપવામાં આવ્યા હતાં. જે જોઇને તેઓ અભિભૂત થયા હતાં. અને બચ્ચનજીએ કહયું, 'પાબીબેન હિન્દુસ્તાન કા વો આયના હૈ જહાં ઇન્સાનિયત કા ચહેરા સાફ નજર આતા હૈ.'

કારીગર કિલનિકના નીલેશ પ્રિયદર્શીએ વાત કરતાં કહયું કે, લોકડાઉનના સમયથી કેબીસી સાતે વાતચીત ચાલતી હતી. ઘણા બધા ઇન્ટરવ્યુ અને વીડીયો કોલ પછી આ પ્રસિધ્ધ શો માટે પાબીબેનનું સિલકેશન થયું છે. કારીગરને આટલું મોટું માન સન્માન મળે તે આપણા સૌના માટે ગર્વની વાત છે.

બોલીવુડના સેલિબ્રિટી અનુપમ ખેર પણ પાબીબેન સાથે શોમાં જોડાયા હતાં. કેબીસીની ટીમે તાજેતરમાં ભાદ્રોઇ ગામની મુલાકાત લીધી હતી અને શૂટીંગ કર્યુ હતું. અને  પાબીબેનની સંઘર્ષ યાત્રાને દર્શાવતી ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

(12:28 pm IST)
  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST