Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કચ્‍છના આહિર પરિવારના ૨ વ્‍યકિતના અકસ્‍માતમાં મોત

અંજાર તાલુકાના સાપેડાનો પરિવાર સફેદ રણ નિહાળી પરત ફરતા છોટા હાથીનું ટાયર ફાટતા દુર્ઘટનાઃ ૭ને ઇજા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૫: કચ્‍છના પ્રવાસન સ્‍થળો ઉપર આજે મકરસંક્રાંતિના દિવસે લોકોની ભીડ ઉમટી હતી. તે વચ્‍ચે માંડવી બીચ પછી સફેદરણ નિહાળવા આવેલા પ્રવાસીઓને અકસ્‍માત નડ્‍યો હતો.

અંજારના સાપેડા ગામનો આહીર પરિવાર છોટા હાથીમાં સફેદરણ નિહાળી પરત ફરી રહ્યો હતો. ત્‍યારે ભીરંડીયારા ગામ પાસે ટાયર ફાટતાં તેમનું વાહન પલ્‍ટી મારી ગયું હતું.

આ અકસ્‍માતમાં બે મહિલાઓ દિપ્તીબેન ડાંગર અને શીતલબેન ડાંગરનું મોત નિપજયું હતું. જયારે અન્‍ય સાત જણ ને ઈજા થતાં તેમને ભુજ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

(11:30 am IST)