Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

માણવદરની વધુ એક જીનીંગ મીલમાં તસ્કરોનો તરખાટ-રૂ.૩.૪૮ લાખની ચોરી

તસ્કરો દિવાલ કુદીને ખાબકયા

જુનાગઢ તા.૧પ : માણવદરની વધુ એક જીનીંગ મીલમાં તસ્કરોએ તરખાટ મચાવી રૂ.૩.૪૮ લાખની રોકડની ચોરી કરી હોવાનું જાણવા મળેલ છે. માણવદરમાં મીતડી રોડ પર આવેલ માર્શલ કોટન કંપની એન્ડ જય પ્રોટીન્સ ઓઇલ મીલ નામની પેઢીમાં તસ્કરો મકર સંક્રાંતની પૂર્વ રાત્રીના દિવાલ કુદીને પ્રવેશી મીલમાં પ્રવેશેલા તસ્કરોએ મીલની ઓફીસ બી પાછળ બારીની લોખંડની ગ્રીલ તોડી ટેબલના ખાનામાંથી રૂ.૩.૪૮ લાખની રોકડ રકમનો હાથ ફેરો કર્યો હતો.

આ અંગે મીલ સંચાલક કેતનભાઇ રવજીભાઇ ગરાવાએ ફરીયાદ કરતા પી.એસ.આઇ.એન.વી. આંબલીયાએ તપાસ હાથ ધરી છે.

માણાવદર

માણાવદરઃ અત્રે ઉલ્લેખનીય છ ેકે માણાવદર શહેરમાં છેલ્લા ૧૫-૧૫ દિવસથી તસ્કરોએ ૩૫ હજારની જનતામાં ચોરી કરીને ભયાનક ખોફ ફેલાવી દીધો છે કે ઘણાને તો રાત્રીના નિંદર હરામ થઇ ગઇ છે. ૧૫દિ પહેલા શહેરના રજુની એક્ષચેન્જ લાયન્સ સ્કુલ રસ્તા પાસે અનાજ કરિયાણાની દુકાનમાંથી તેલના ડબ્બા, કાજુ-બદામ જેવો સુકા મેવો રસ્તા અનાજમાંથી પરચુરણ તો હાઇસ્કુલ પાઇપની ગલીમાં ઘરના તાળા તોડીયા તેમાં કાંઇ ગયું નથી તો બે દિ પહેલા શહેરના બાગ દરવાજા પાસે ધોળે દિવસેએ અનાજકરીયાણાની દુકાનમાંથી ૨૦ થી ૨૫ હજાર રોકડાનો હાથ ફેરા ગ્રાહકના સ્વાગમાં કોઇ કરી ગયું તેમાં ફરિયાદ થઇ નથી અરજી આપી છે. ઘણા લોકોએ ફરિયાદ કરવાનુ માંડી વાળ્યું હતું. જે ઇન્ડસ્ટ્રીઝ મીતડી રોડ ઉપર આવેલ જીનીંગમા પણ તસ્કરો ત્રાટકયા હતા જેની પાસે રાજયમંત્રી જવાહરભાઇ ચાવડાની ઓફિસ આવેલી છે.

(3:48 pm IST)