Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ નયન જોશીની સરકારમાં લોકઉપયોગી રજુઆત

ખેડુતોની જમીનમાં વિજપોલ, થાંભલા નાખનાર વિજ કંપનીને વળતર તથા માસિક ભાડુ ચુકવવા ઉજામંત્રીને રજુઆત

વિસાવદર તા. ૧૩ : ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ નયન જોષી દ્વારા ઉજામંત્રી ચિફ ઇજનેર વિગેરેને એક લેખીત રજુઆત કરી જણાવેલ છે કે ગુજરાતના ખેડુતોની જમીનમાં વિજપોલ, થાંભલા નાખનાર વિજ કંપનીને વળતર તથા માસિક ભાડુ ચુકવવા માટે રજુઆત કરેલ છે.

શ્રી રીબડીયા, જોશોએ રજુઆતમાં વધુમાં જણાવેલ છે કે, ગુજરાતના ખાતેદાર ખેડુતોની કિમતી અને ફળરૂપ જમીનનમાં ખાનગી જમીનમાં વિજ કંપનીએ કોઇપણ જાતનું વળતર ચુકવ્યા વગર કોઇપણ જાતની મંજુરી વગર વિજ પોલ, થાંભલા ઉભા કરી વિજ રેસા પસાર કરે છે. નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ મજુબ ખેડુતને તેની જમીનનો વિજ કંપનીએ ઉપયોગ કરેલ હોય તેનું વળતર ચુકવવા આદેશો કરેલા  છે. એમ છતાં પણ અમુક ખેડુતોની જમીનમાં વિજ કંપની કોઇપણ પ્રકારનું વળતર ચુકવ્યા વગર વિજપોલ, થાંભલા, સબ સ્ટેશનો આડેધડ જમીનની વચ્ચો વચ્ચ ઉભા કરી જોખમી હેવી વિજ લાઇનો તથા વિજરેસા પસાર કરે છે.આ અંગે સરકારશ્રીમાંથી કોઇપણ સ્કીમ મંજુર કરાવ્યા વગર આડેધડ આ કામગીરી કરવામાંં આવતી હોય આ બાબતે અનેક વખત ખેડુતો તરફથી વાંધા લેવામાં આવે તો તેઓને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરીયાદો કરી બિક બતાવી કેસો કરવાની ધમકી આપવામાં આવે છે. અથવા તો જીલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ અન્ય જગ્યાનો હોય છતા અન્ય જગ્યાએ પોલીસ રક્ષણ માંગી વિજ કંની કલેકટરને પણ અંધારામાં રાખી હુકમ મેળવી વિસધ્ધ વિજ લાઇન પસાર કરે છે.અને આવી કામગીરી કરવા પોલીસને હાથો બનાવે છે.

ગુજરાતની વિવિધ કંપનીઓ તથા જેટલો દ્વારા હેવી વિજપોલ ઉભા કરી હેવી વિજ લાઇન પસાર કરી તેની આજુબાજુ ર૪ ફુટ જેટલી જગ્યાનો ઉપયોગ નહી કરવા ખોટા એગ્રીમેન્ટો કરાવી લેતી હોવાની હકીકતો અમારા ધ્યાનમાં આવેલ છે આ ઉપરાંત વિજ અકસ્માતોના કેસમાં મરણ જનાર પરીવારને ઘરનો મોભી કે એક માત્ર કમાનાર વ્યકિત ગુમાવ્યા બદલ પુરતુ વળતર પણ ચુકવવામાં આવતું નથી અને મરણ જનારની બેદરકારી  હોય તેવું લખણ કરી સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવે છેઅને લાઇન અંગેની બેદરકારી છુપાવી અધિકારીનો બચાવ કરવામાં આવે છે આ ઉપરાંત કોઇ મલઢોરને કે ખેત પેદાશોને આગ અકસ્માતથી નુકશાન થાય તો તે અંગેનું યોગ્ય વળતર પણ ચુકવવામાં આવતુ નથી આ બાબતે યોગ્ય વળતર આપવા તથા વળતરનો જુનો રેઇડ ચેન્જ કરી હાલની મોઘવારીના પ્રમાણમં ખેડુતોને વળતર ચુકવવામાંં આવે તેવી રજુઆત કરેલ છે.

ગુજરાત ભરમાં કોઇપણ વ્યકિતની ખાનગી માલીકીની જમીનમાં મોબાઇલ કંપની ટાવર ઉભો કરે તો તેનું એગ્રીમેન્ટ કરી વિશ કે ત્રીશ વર્ષ સુધી જેટલી જગ્યાનો ઉપયોગ થયેલ હોય તેટલી જગ્યાનું દરમાસે અને નિયમીત રીતે ભાડુ ચુકવવામાં આવે છે જયારે વિજ કંપની વર્ષોથી પોતાને અધિકાર મળેલ હોય તે રીતે ગમે તે ખેડુત કે અન્ય વ્યકિતની માલીકીની કિંમતી જમીનમાં વિજ પોલ ઉભા કરી દે છે તેનું કોઇ વળતર કે ભાડુ ચુકવવામાં આવતું નથી.

આ બાબતે કાયદામાં સુધારો કરવા વિકલ્પે નવો પરીપત્ર કે ગાઇડ લાઇન જાહેર કરી વિજ કંપની ભોગ બનનાર જમીન માલિકને જેટલી જગ્યાનો ઉપયોગ થયેલ હોય તેનું નિયમિત ભાડુ ચેકવે તેવો હુકમ કરવા માંગણી કરેલી છે અન્યથા ખેડુતો કોર્ટમાં વિજકંપનીઓ સામે તેમની જગ્યાનું વળતર અથવા કાયમી ભાડુ ચાલુ કરવા જરૂરી કાનૂની કાર્યવાહી કરશે તેવી ચિમકી રજુઆતના અંતે આપવામાંં આવેલ છે. (૬.૨૭)

(1:10 pm IST)
  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST

  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST