Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જેતપુરમાં સદ્ભાવ સમિતિ દ્વારા સર્વજ્ઞાતિ સમુહલગ્નમાં ૧૩ યુગલો લગ્નબંધને બંધાયા

કન્યાદાનને સૌથી મોટુ દાન ગણાવતા શ્રી કૃષ્ણકુમારજી મહાદેવ

જેતપુર તા. ૧પ :.. પૂર્વ નગર પાલિકા ઉપપ્રમુખ અનિલભાઇ કાછડીયા પ્રેરીત સદ્ભાવ સર્વજ્ઞાતિ સમુહલગ્ન સમિતિ દ્વારા સ્વ. કલ્પેશભાઇ રાદડીયાના સ્મરણાર્થે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ.

વૈષ્ણવાચાર્ય કૃષ્ણકુમારજી મહોદય તથા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમુહલગ્નોત્સવમાં નવદંપતિઓનું તેમજ કાર્યકરો અને દાતાઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.

યુવા વૈશ્ણવાચાર્ય પ.પૂ. શ્રી કૃષ્ણકુમારજી મહોદય (કડી. અમદાવાદ) પુરૂષોતમધામ હવેલી (સુદામાનગર) વાળાએ નવદંપતીઓને આર્શીવચન પાઠવ્યા અને અનિલભાઇ કાછડીયાને આ કાર્ય માટે બીરદાવતા કહેલ કે જો દુનિયામાં કોઇ સૌથી મોહદાન હોય તો તે કન્યાદાન છે અને તે તમારા હસ્તે થાય છે. તેથી તમે ભાગ્યશાળી છો.

આ પ્રસંગે રકતદાન કેમ્પ રાખવામાં આવેલ જેના દ્વારા એકત્રીત થયેલ રકતદાન કેમ્પ રાખવામાં આવેલ જેના દ્વારા એકત્રીત થયેલ રકત દ્વારા અનિલભાઇના માતુશ્રી દયાબેન રતીભાઇ કાછડીયાની રકત તુલા કરવામાં આવેલ.

અનિલભાઇ કાછડીયા દ્વારા તેમના પિતાની તીર્થી નીમિતે વડીલોને હરીદ્વારની જાત્રા કરવા નીઃશુલ્ક લઇ જવાની જાહેરાત કરવામાં આવેલ.

આ પ્રસંગે પૂર્વ પાલીકા પ્રમુખ સુરેશભાઇ અમરેલીયા, ગોવિંદભાઇ રાણપરીયા, ગોરધનભાઇ ધામેલીયા, મીનાબેન સોજીત્રા, ગોપાલભાઇ ડોબરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન વિપુલ સંચાણીયાએ કરેલ.

(1:08 pm IST)
  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST