Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વિસાવદરમાં દારૂનો નાશ કરાયો

જુનાગઢ : જિલ્લા પોલીસ વડા સૌરભ સિંદ્ય દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.આર.પટેલ, પો.સ.ઇ. એસ.કે.માલમ દ્વારા કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, વિસાવડરના એસડીએમ તુષાર જોશી તથા નશાબંધી અધિક્ષકની હાજરીમાં વિસાવદર મંડોરીયા રોડ ઉપર પડતર સરકારી ખરાબાની જમીન ખાતે કરવામાં આવેલ હતી. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં ર્ંવિસાવદર પોલીસ સ્ટેશનના કુલ ૨૫ ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ ૧૪૬૬૪ તથા બિયરની બોટલ નંગ ૨૩૭ મળી કુલ બોટલો ના મુદ્દામાલનું રોલર ફેરવી અને વિસાવદર મંડોરીયા રોડ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ સને ૨૦૧૭ થી આજદિન સુધીમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાનો મુદ્દામાલ હતો.

(1:04 pm IST)