Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકામાંથી ૧૩ બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

ખંભાળીયા,તા.૧૫: કલ્યાણપુરના બામણાસા ગામના પાટીયા પાસેના પસાર થતાં શખ્સને વિદેશી દારૂની બોટલ નંગ ૧૦ સાથે પોલીસે ઝડપી લીધો હતો. કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતો યુવરાજસિંહ તખુભા વાઢેર (ઉવ.૩૪)નો શખ્સ બામણાસર ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસે આંતરી તલાશી લેતા શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલ નંય ૧૦ કિ. રૂ. ૪૦૦૦ની મળી આવતા શખ્સને ઝડપી લઇ કલ્યાણપુર પોલીસે ગુનલ નોંધી કાર્યવાહી કરી હતી. જયારે બીજા ગુનામાં ખંભાળિયાના સલાયા નાકા દિપકમીલ પાસે રહેતો સોયબ સુમાર સમા (ઉવ.૨૫)નો યુવાન ગુજરાત મીલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે પોલીસે તેની તલાશસ લેતા શખ્સ પાસેથી ઇંગ્લીંશ દારૂની બોટલ નંગ ૧ કિ. રૂ.૫૦૦ની મળી આવતા શખ્સની અટકાયત કરી હતી. જ્યારે પોલીસે કાના દેવા માતકા નામના શખ્સને નર સંગ ટેકરી વિસ્તારમાંથી બે બોટલ વિદેશી દારૂ સાથે તેમના રહેણાંક મકાનમાંથી ઝડપી લીધો હતો.

(1:02 pm IST)
  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST

  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST