Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ખંભાળિયા, ભાણવડ, મિઠાપુર પંથકમાં જુગારના દરોડાઃ મહિલાઓ સહિત રર ઝડપાયા

ખંભાળીયા, તા. ૧પ : ભાણવડના સેવકદેવળીયા ગામે કેટલાક શખસો જાહેરમાં જૂગાર રમી પૈસાની હારજીત કરતાં હોવાની ચોક્કસ બાતમી ભાણવડ પોલીસને મળતા હકિકતના આદ્યારે પોલીસે રેઈડ કરતાં જૂગાર રમતાં કાસમ સુલેમાન દ્યુધા, ઈબ્રાહિમ હાસમ ધુધા, સિકદર નુરમામદ શેઠા, ઈરફાન બાવા ઉર્ફે મુસા ઢિંગોરા, યુનુશ નુરાભાઈ સમા તમામને રોકડ રૂ.૧૩,૫૪૦ની મતા સાથે પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બિજા દરોડામાં ખંભાળિયાના ઉગમબ્રા બારા ગામે પ્રાથમિક શાળાની પાછળ પાના ટીંચતા ખેંગારજી દેવુભા જાડેજા, જગદીશ સિંહ અજીતસિંહ જાડેજા, નટુભા માનસંગજી જાડેજા, મનુભા ટપુભા જાડેજા, હકુભા પ્રતાસંગ ચ્ડાસમા, મહેન્દસિહ મુરૂજી જાડેજા તમામને રોકડ ૪૧૫૦ સાથે સલાયા મરીન પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા શખસો પૈકી કેટલાક શખસો પિધેલી હાલતમાં મળી આવતાં પોહીબીશન હેઠળ બીજો ગુનો પણ પોલીસે નોંધ્યો હતો. જયારે મિઠાપુરના સુરજકરાડી ગરબી ચોકમાં જાહેરમાં જૂગાર રમતાં હમીરભા ગજુભા માણે ક, નાગાજણભા માલાભા માણેક, પોલાભા દૈવાભ માણેકને રોકડ ગ્ર.૧૨૫૦ સાથે પોલીસે ઝડપીં લીધા હતાં. જુગારના ચોથા દરોડામાં મિઠાપુર પોલીસે ભીમરણા ગામે તિનપતી રમી પૈસાની હારજીત કરતાં ખીમા દેવજી ચારણ, કરશનભા સામતભા નાયાણી , સુરજબેન સામતભા માણેક, વાલૂબેન છગનભાઈ સોલંકી, શાંતુબેન ખીમજી મોતીવરસ, સુમરીબેન કરશનભા નાયાણી, રાજુબેન જશરાજભા નાયાણી, કમાબેન રાજુભા નાયાણી તમામને રૂ.૩૮૩૦ની મતા સાથે ઝડપી લીદ્યા હતાં.

(1:02 pm IST)