Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

થાનમાં પતંગ ઉડાડતી વખતે ગાળો બોલવાની ના પાડતાં મયુર પર હુમલો

રાજકોટ તા. ૧૫: થાનગઢ આંબેડકરનગર-૧માં રહેતાં મયુર ભરતભાઇ પરમાર (ઉ.૨૨) નામના યુવાન પર સંક્રાંતિની બપોરે અઢી વાગ્યે રવિ, અનિલ પારઘી સહિતના આઠ-દસ જણાએ હુમલો કરી ઢીકા-પાટુ અને ધોકા-છરીથી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.

મયુરના કહેવા મુજબ તેના કાકા પ્રવિણભાઇ, બહેન સહિતના લોકો અગાસીએ પતંગ ઉડાવતા હતાં ત્યારે રવિ સહિતના ગાળો બોલતાં હોઇ ના પાડતાં ઉશ્કેરાયા હતાં અને ઝઘડો શરૂ કર્યો હતો. એ દરમિયાન પોતે આવતાં તેને સમજાવવા જતાં તૂટી પડ્યા હતાં.

(1:01 pm IST)