Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

મોરબીમાં જાકીર કાજેડીયા ઉપર ૮ શખ્સોનો ધોકા અને પાઇપથી હુમલો

પતંગ ચગાવતા સમયે ગાળો બોલવાની ના પાડતા

મોરબી તા. ૧૫ : મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં પતંગ ચગાવી રહેલા યુવાનો પતંગ ચગાવવાની સાથોસાથ ગાળો બોલતા હોવાથી બાજુમાં રહેતા યુવાને તેઓને ગાળો બોલવાની ના પાડતા ઉશકેરાઇ ગયેલા આઠ શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો.

ઙ્ગમોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલની બાજુમાં રહેતા જાકીરભાઇ હનીફભાઇ કાજેડીયા (ઉંમર વર્ષઙ્ગ૨૮)ના ઘરની બાજુમાં પતંગ ચગાવી રહેલા રમીજ હુસેન ચાનીયા,ઙ્ગએજાજ અહેમદ ચાનીયા,ઙ્ગઈરફાન કરિમ મિયાણા,ઙ્ગઈમ્તિયાઝ સલીમ સાઇચા,ઙ્ગફરીદ અબ્બાસ સાઇચા,ઙ્ગઙ્ગદાઉદ અબ્બાસ સાઇચા,ઙ્ગરમેશ લાભુભાઈ ભીલ અને રિયાઝભાઈઙ્ગગાળો બોલી રહ્યા હતા જેથી કરીને જાકીરભાઇ એ આ શખ્સોને ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ ઙ્ગજાકીરભાઇના ઘરે આવીને સ્પીકર સહિતની ઘરવખરીમાં તોડફોડ કરી હતી અને તેમને પાઇપ તેમજ છરી વડે મારમાર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી જાકીરભાઇને સારવારમાં ખસેડાયા હતા જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)