Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સાળંગપુરધામના આંગણે ચતુર્થ સમુહ લગ્નોત્સવ

વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં તથા સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન

રાજકોટ તા.૧૫ : સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે તા.૧૮ના રોજ ૧૫૧ દિકરીઓના ચતુર્થ સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે. આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહીને નવદંપતીને આર્શિચવન આપશે.

પીઠાધિપતિ પ.પુ.ધર્મ ધુરંધર ૧૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પુ.ગુરૂવર્ય શ્રી અચાળાવાળા સ્વામી વડતાલના દિવ્ય આશીર્વાદ તેમજ વડતાલ મે.ટ્રસ્ટી બોર્ડના સાથ સહકારથી એવમ ગુરૂવર્ય શ્રી અથાળાવાળા સ્વામી સંત મંડળ દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની નિશ્રામાં તથા સદગુરૂદેવ શ્રી પ.પુ.ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીની સંકલ્પસિધ્ધ તીર્થભૂમિ સાળંગપુરમાં આ સમુહ લગ્નોત્સવ યોજાશે તેમ કોઠારી પુ.વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું છે.

તા.૧૮ને શનિવારે સાંજે ૪ વાગ્યે વરઘોડો, ૪-૩૦ વાગ્યે આશિર્વાદ સભા સાંજે ૭ વાગ્યે હસ્તમેળાપ તથા ભોજન સમારંભ યોજાશે.

આ કાર્યક્રમમાં દિપપ્રાગટય વિધિ પ.પુ.સ.ગુ.સ્વામી શ્રી જ્ઞાનજીવનદસજી કુંડળ, પ.પુ.સ.ગુ.સ્વામીશ્રી દેવપ્રકાશદાસજી ચેરમેન શ્રી વડતાલ, પ.પુ.સ.ગુ.સ્વામી શ્રી નૌતમપ્રકાશદાસજી પ્રમુખશ્રી, સત્સંગ સભા, પ.પુ.સ.ગુ.સ્વામીશ્રી માધવપ્રિયદાસજીસ્વામી છારોડી., પ.પુ.૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ (શ્રી જગન્નાથ મંદિર અમદાવાદ) પ.પુ.સ.ગુ.કો.શ્રી ભાનુપ્રકાશદાસજી ડાકોર, પ.પુ.સ.ગુ.શા.સ્વામી શ્રી શુકદેવપ્રસાદજી નાર, પ.પુ.સ.ગુ.સ્વામી શ્રી વલ્લભદાસજીસ્વામી ઉપલેટા, પ.પુ.શ્રી મહામંડલેશ્વર આત્માનંદ સરસ્વતીજી બોટાદ, શ્રી કાળીદાસબાપુ દેકાવાડા, પ.પુ.શ્રી ભયલુભાઇ પાળીયાદ જગ્યા, પ.પુ.ઇકાબાપુ ચીપાડા તેમજ મંગલ પ્રવચન પ.પુ.સ.ગુ. શાસ્ત્રી સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી કોઠારી શ્રી વડતાલધામ તેમજ પ.પુ.સ.ગુ.શા.સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજીબાપુ સ્વામી ધંધુકા, પ.પુ.સ.ગુ.કો.સ્વામીશ્રી નિલકંઠ ચરણદાસજી જેતપુરવાળા સહિતના પુ.સંતો આશિર્વચન પાઠવશે.

લગ્નોત્સવના સહ યજમાન મનદિપસિંહ જગતસિંહ જાડેજા (ગાંધીધામ કચ્છ) મહાપ્રસાદના યજમાન પ.ભ.ભરતભાઇ ભીમજીભાઇ કથીરીયા અનીડા(ભગવતી જેમ્સ) પ.ભ.શ્રી કનુભાઇ ચૌધરી, દશરથભાઇ ચૌધરી તથા મુકેશભાઇ ચૌધરી (પ્રમુખ ગૃપ) ગાંધીનગર છે. તેમજ ૧૫૧ દિકરીઓને અનેક જરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવરની વસ્તુઓ દાતાશ્રીઓ તરફથી અપાશે. આ પ્રસંગે અનેક દાતાશ્રીઓ, યજમાનો, હરિભકતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.

આ તકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણમંત્રી), સૌરભભાઇ પટેલ (ઉર્જામંત્રી), ડો.ભારતીબેન શિયાળ, સાંસદશ્રી ભાવનગર બાબુભાઇ પટેલ (ધારાસભ્ય દસકોઇ), રાજેશભાઇ ગોહિલ (ધારાસભ્ય ધંધુકા), સુરેશભાઇ ગોધાણી (પ્રમુખ બોટાદ), રાજકીયક્ષેત્રના મહાનુભાવો હાજર રહેનાર છે.

આ ઉપરાંત વડતાલ ટેમ્પલ મે.ટ્રસ્ટી પ.પુ.સ.ગુ.બ્ર.સ્વામી પ્રભુતાનંદજી, ટ્રસ્ટીશ્રી વડતાલ પ.પુ.પાર્ષદ ઘનશ્યામભગતજી ટ્રસ્ટીશ્રી વડતાલ, પ.પુ.પાર્ષદશ્રી ભાસ્કર ભગતજી (સલાહકાર સભ્યશ્રી વડતાલ) પ.સંજયભાઇ પટેલ સેક્રેટરી ભરૂચ, પ.ભ.શ્રી ગણેશભાઇ ડુંગરાણી ટ્રસ્ટી સુરત પ.ભ.પ્રદિપભાઇ બારોટ, ટ્રસ્ટી મુંબઇ, પ.ભ.શંભુભાઇ કાછડીયા સુરત તથા અનેક મહાનુભાવો આ પ્રસંગે હાજર રહેશે. આ સમુહલગ્નના વ્યવસ્થાપક સહયોગી સંતો પ.પુ.સ.ગુ.કો. સ્વામી હરિકેશવદાસજી, નાર પ.પુ.સ. કો.સ્વામી શ્રી વિજયપ્રકાશદાસજી ડાકોર, પ.પુ.પ્રભુચરણદાસજી (પવનસ્વામી) કલાલી, પ.પુ.પુજારી શ્રી લક્ષ્મીનારાયણસ્વામી વડતાલ, પ.પુ.સ્વામી શ્રી રામસ્વરૂપદાસજી, પ.પુ.સ્વામી જગતપ્રકાશદાસજી ઘાટકોપર મુંબઇ, પ.પુ.કે.પી.શાહ સ્વામી વડતાલધામ, પ.પુ.શા.સ્વામી શ્રી માધવપ્રિયદાસજી બોટાદ રહેશે.આ સમુહલગ્નના આયોજક પ.પુ.હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા અને આશિર્વાદ મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) હાજરી આપશે તેમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ડી.કે.સ્વામી અને હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયુ છે.

(12:13 pm IST)
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST