Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વંથલીના ડુંગરી ગામની કિશોરીની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવી

જુનાગઢ, તા. ૧પ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ડુંગરી ગામ ખાતે રહેતા ગોવિંદભાઇ રાઠોડએ પોલીસ સ્ટેશનમાં કરેલ જાણ મુજબ ગોવિંદભાઇ રાઠોડની દિકરી જેની ઉંમર ૧૭ વર્ષ ૧૦ મહિના, ઉંચાઇ પ ફૂટ ૩ ઇંચ, આંખનો રંગ કાળો, પાતળો બાંધો તેઓ તા. ૮ જાન્યુ.થી ગુમ થયેલ છે અને ઘરે પરત ફર્યા નથી. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે ડ્રેસ પહેરેલ છે. આ બાબતની કોઇ ભાળ મળે તો તપાસ કરનાર અમલદાર પી.એન. ગામેતી, પો.ઇન્સ. માણાવદર મો. ૯૯રપ૬ ૩૩ર૧૯નો સંપર્ક કરવો.

(12:11 pm IST)