Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ધોરાજીમાં ટ્રાફીક સપ્તાહની ઉજવણી

ધોરાજી : પોલીસ દ્વારા ગેલેકસી ચોક ખાતે ટ્રાફીક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ધોરાજી પોલીસ ઇન્સ્પેકટરશ્રી પીએસઆઇ વસાવા તેમજ ટ્રાફીકના સુરેશભાઇ પટેલ, ડી.કે.બોરીચા, કનસિંહ દેવજીભાઇ તેમજ કે.કે.પરમાર સઞિતના સ્ટાફ સાથે વાહનચાલકોને માર્ગદર્શન આપેલ. પીઆઇશ્રી જોશીએ નાની ઉંમરમાં બાઇકો ન ચલાવા જણાવેલ હતુ. જો ચાલુ વાહને ફોન આવે તો સાઇડમાં ઉભુ રાખી વાત કરવી. વાહનોમાં રીફલોર અને રેડીયમપટી વગેરે લગાડવા સહિતની માર્ગદર્શન આપેલ આ તકે પોલીસ દ્વારા વાહનચાલકોને જાણકારી આપી હતી આ તકે ટ્રાફીક બ્રિગેડના કુલદિપ ચૌહાણ, કાનજીભાઇ મકવાણા, કિરીટભાઇ પરમાર, જશ્મીન રાવરાણી, હિરેનભાઇ અને કિશનભાઇ બલદાણીયા સહિતનો સ્ટાફ હાજર રહેલ. આ તકે પોલીસ દ્વારા ટ્રાફીક નિયમ અંગેની પત્રિકાઓનું વિતરણ કરાયુ હતુ તે તસ્વીર.

(12:06 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST