Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જસદણમાં મહિલા કોંગ્રેસ દ્વારા કાજલ રાઠોડને ન્યાય અપાવવાની માંગ સાથે આવેદન પત્ર

જસદણ, તા. ૧૫ :જસદણ વિધાનસભા મહિલા કોંગ્રેસ દ્વારા પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી નિરૂબેન રાઠોડની આગેવાની હેઠળ જસદણ ખાતે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાપરા ગામની દલીત સમાજની દિકરી કાજલબેન રાઠોડ સાથે સામુહિક બળાત્કાર કરી રગામના વડ ના ઝાડ ઉપર ગળે ફાંસો આપી શૈતાનીભર્યુ અમાનુષી દુષ્કૃત્ય આચરી હત્યા કરનારાઓને વહેલીતકે ફાંસી આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીઙ્ગ પ્રિયંકકુમાર ગલચરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ

આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર સમગ્ર દેશમાં મહિલાઓ સાથે બળાત્કાર કરી બેરેહમી અને કૃરતા પૂર્વક હત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે મહિલાઓ હાલના સમયમાં ભયના માહોલ વચ્ચે જીંદગી જીવી રહી છે ત્યારે બેટી બચાવો ના બણગા ફૂંકનાર સરકાર મહિલા સુરક્ષા ના નામે સદંતર નિષ્ફળ નિવડી છે માટે સરકારે સમગ્ર દેશની મહિલાઓને સ્વ રક્ષણ કરવા માટે હથિયાર ના ઉપયોગ છૂટ આપવા આક્રોષ પૂર્વક નિરૂબેન રાઠોડે માંગણી કરી હતી. કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ છગનભાઈ વોરા જસદણ વિધાનસભા સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના કોર્ડીનેટર મેહુલભાઈ સંદ્યવી તાલુકા કોર્ડીનેટર ભાવેશભાઈ ઠુંમર જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધીરૂભાઈ છાયાણી જયેશભાઈ મયાત્રા જસદણ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ મોહસીનભાઈ મુલતાની જસદણ નગરપાલિકા વિપક્ષી નેતા હરેશભાઈ ધાધલ સદસ્ય આરતીબેન અંબાણી રફિકભાઈ રાવાણી સલીમભાઈ શેખ મહેશભાઈ રવિયા રવિભાઈ જીવાણી શોભનાબેન ગળીયા જયોત્સનાબેન રાઠોડ શમીમબેન શેખ ગીતાબેન રાઠોડ બંશીબેન ગળીયા સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:05 pm IST)
  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST

  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST