Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ટંકારાના પોલીસ જવાનનું સન્માન

ટંકારાઃ રીટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર્સ એસોસિએશન વડોદરા દ્વારા તાજેતરમાં વડોદરા ખાતે વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી જે કાર્યક્રમમાં મોરબી જીલ્લાના ટંકારાના જાંબાજ પોલીસ જવાનને પણ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓના સન્માન કરવાનું આયોજન કરાયું હોય જેમાં મોરબી જીલ્લાના ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ વર્ષ ૨૦૧૯ માં પુરની સ્થિતિમાં જીવના જોખમે બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા અને તેની પ્રજાલક્ષી કામગીરીને ધ્યાને લઈને રીટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર્સ એસોસિએશન વડોદરા દ્વારા તેમનું સન્માન કરાયું છે તેમના સન્માન બદલ જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલા અને જીલ્લાના અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા છે  સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર

(11:58 am IST)
  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST