Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ગોંડલ સબજેલમાં પેટ અને શ્વાસની બીમારીના લીધે કાચા કેદીનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ૧પ : ગોંડલની સબજેટલમાં કાચા કામના કેદીને પેટ અને શ્વાસની બીમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા બાદ તેનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ગોંડલ સબજેલમાં હત્યાની કોશિષ અને  એટ્રોસીટીના ગુન્હમાં સજા ભોગવતા જેસીંગ કાળુભાઇ મીર (ઉ.૬પ) ને પેટ અને શ્વાસની બીમારી સબબ પાંચ દિવસ પહેલા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયો હતો ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું, મૃતક જેસીંગને શાપર વેરાવળમાં હત્યાની કોશિષ અને એટ્રોસીટીના ગૂન્હામાં તેને તા.૬/૧ ના રોજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો આ બનાવ અંગે શાપર -વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)