Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ભાણવડમાં તહેવારોમાં અચુક હાજરી પુરાવતા મેઘરાજા

વરસાદને લાગ્યો તહેવારોનો ચસ્કો

ભાણવડ તા ૧૫  :  હવામાન ખાતાની વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી મુજબ સોૈરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠુ થતાં લોકોમાં ચર્ચા જાગી હતી કે, શું વરસાદને પણ તહેવારોની ઉજવણીનો ચસ્કો લાગ્યો છે કે શું?

ભાણવડમાં સવારે પ.૩૦ કલાક આસપાસ જોરદાર માવઠુ પડી જતાં શહેરના માર્ગો પાણી પાણી ગઇ ગયા હતા રવિવાર મોડી રાત્રીથી વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ શિયાળાની ઠંડીને બદલે ઉકળાટનો અનુભવ થવા લાગ્યો હતો. મોડી રાત્રીના લોકોને ભર શિયાળે પંખા શરૂ કરવા પડયા હતા અને સવારે આકાશમાં વાદળો છવાયા બાદ દસેક મિનીટ માટે શહેરમાં જોરદાર માવઠું પડયું હતુ તો ગ્રામ વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી ભારે માવઠાના સમાચાર પ્રાપ્ત થઇ રહયા હતા.

આ માવઠાથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે અને રવિ પાકને નુકશાન થવાની ભીતી ખાસ કરી ઘઉં, ચણા, તથા જીરાના પાકને પિરીત અસર થશે, તો યાર્ડ સહિતના સ્થળોએ ખેડુતોના પડેલા મગફળી, કપાસ વગેરેને પણ નુકશાની થવાનો સંદેશો છે. તો આ માવઠાથી ઉત્તરાણ માટે પતંગ દોરાના સ્ટોલ ધારકોમાં પણ ફફળાટ પેસી ગયો હતો જો કે, બપોર બાદ આકાશ ખુલ્લુ થઇ જતાં રાહતનો શ્વાસ લીધો હતો.

(11:55 am IST)