Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વાંકાનેરના મોટા ભોજપરા ગામે બાઇકસ્વારે બાળાને હડફેટે લીધા બાદ મારામારી : સામસામી ફરિયાદ

ચંદ્રપુરનો ઇમરાન શેખ કારમાં ૬૦૦ લીટર દેશી દારૂ સાથે પકડાયો

 વાંકાનેર તા. ૧૫ : તાલુકાના મોટા ભોજપરા ગામે બાઇકસ્વારે બાળાને હડફેટે લીધા બાદ મારામારી થતાં પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ખાતે ગઇકાલે મોટર સાયકલની ઠોકર લાગતા નાની બાળાને ઇજા થતાં મોટર સાયકલ ચાલક કોળી જયેશ નાગજી વિંજવાડીયાને ઢીકાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપતા પોલીસે આરોપી નીજામુદ્દીન ઇસ્માઇલ માથકીયા, એઝાઝ એહમદ માથકીયા અને અલી અબ્બાસ માથકીયા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬/૨, ૪૨૭, ૩૩૭, ૧૧૪ અને ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી સામા પક્ષે કોળી જયેશ નાગજી વિરૂધ્ધ આઇપીસી ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૧૪૭, ૩૨૩, ૫૦૪ મુજબનો અને એમડી એકટ ૧૭૪, ૧૮૮ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ મહિલા પીએસઆઇ પી.સી.મોલીયાએ આ બનાવ એચ.એમ.હોઇ પોલીસ દ્વારા ચાંપતા પગલા ભરી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

તેમજ વાંકાનેર તાલુકા પોલીસે ૬૦૦ લીટર દેશી દારૂ તથા ચેવરેલોટ સ્પાર્ક કાર (જીજે૧૧એસ-૫૬૭૧) સાથે આરોપી ઇમરાન આહમદ શેખ (ફકીર, રહે. ચંદ્રપુર)ની ધરપકડ કરી છે. આ બનાવની વિશેષ તપાસ પો. સબ ઇન્સ. આર.સી.રામાનુજ તથા તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાએ હાથ ધરી છે.

(11:52 am IST)