Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કુવાડવામાં ભંગારના ડેલામાંથી લોખંડના પાઇપ ચોરનાર મહેશ બાદુકીયા પકડાયો

રાજકોટ તા. ૧૪ :.. શહેરના કુવાડવા ગામ શકિત હોટલની બાજુમાં ભંગારા ડેલામાં થયેલી લોખંડના પાઇપની ચોરી કરનાર કોળી શખ્સને કુવાડવા રોડ, પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવી મોહન સૈની, એસીપી એસ. આર. ટંડેલની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ. આર. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. એલ. ખટાણા, હેડ કોસ. બી. ડી. ભરવાડ, જગમાલભાઇ ખટાણા, જયંતીભાઇ, નિલેશભાઇ, રઘુવીરભાઇ, મનીષભાઇ તથા દિલીપભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે કુવાડવા ગામ હુડકો કવાર્ટરમાં રહેતા મહેશ રામજીભાઇ બાદુકીયાએ પોતાના મકાનમાં પાઇપ રાખ્યા હોવાની બાતમી હેડ કોન્સ. બુટાભાઇ ભરવાડ અને જગમાલભાઇ ખટાણાને મળતાં કવાર્ટરમાં દરોડો પાડી પ૦ ચોરાઉ લોખંડના પાઇપ સાથે મહેશ રામજીભાઇ બાદુકીયા (ઉ.૩પ) ને પકડી લીધો હતો. મહેશે બાર દિવસ પહેલા કુવાડવા ગામમાં વિજયભાઇ કાંતીભાઇ સોલંકીના ભંગારના ડેલામાંથી લોખંડના પાઇપની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ અંગે હેડ કોન્સ. બી. ડી. ભરવાડે તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)