Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વાંકાનેરના ચંદ્રપુરમાં સાવરકુંડલાના અલ્હાજ સૈયદ મુહમદ - દાદાબાપુ કાદરીએ ૨૦૦ લોકોને વ્યસનમુકત કર્યાં

વાંકાનેર તા.૧૫ : વાંકાનેરમાં ચંદ્રપુર ખાતે સિમેન્ટ પ્રોડકટના એક ઉદઘાટન સમારોહ તથા વ્યસનમુકિત કાર્યકમમાં મોરબી વાંકાનેરના ધાર્મિક અગ્રણીઓ સહિત મુખ્ય અતિથિરૂપે આવેલ સાવરકુંડલાના અલ્હાજ સૈયદ મહમદ (દાદાબાપુ) કાદરીએ ૨૦૦ થી વધુ લોકોને વ્યસનમુકત કર્યા હતા.

હઝરત સૈયદ દાદાબાપુ સાવરકુંડલાવાળાના હસ્તે સવારે ૧૧ વાગ્યે પ્રારંભ થયેલા આ કાર્યકમમાં કુઆર્ન ખ્વાનીનાત શરીફ બાદ સૈયદ દાદાબાપુએ વ્યસન મુકિત તથા નેકકામના ડબ્બાનો પ્રોગ્રામ યોજીને હાજર લોકોને દિલ જીત્યા હતા. આ કાર્યક્રમમાં દાદાબાપુએ અનેક વખત લોકોને વ્યસનથી મુકત થવા આહવાન કરેલ તેઓએ જણાવેલ કે, દારૂ, બિયર, બિડી, સિગારેટ થી વ્યસની પોતાની જ બરબાદી કરે છે. દારૂ પીવાથી તમારા શરીરને ગંભીર ચોટલાગે છે. તમાકુ, બીડી, પાન ફાકીથી કેન્સર જેવા ગંભીર રોગ થાય છે. જયારે સારવાર માટે જાઓ ત્યારે ન સમજી શકાય તેટલો ખર્ચ થાય છે. આ વ્યસનોને લીધે તમારૂ અને તમારા પરિવારનું ભારે નુકશાન થાય છે.

આ તકે ગૌષે સમદાની (પીપળીયા રાજ)ના નાઝીમે આલા મો.અમીન સાહેબ અકબરી, મૌલાના સૈયદ ફારૂક બાપુ અશરફી તથા ગૌષે સમદાનીના પ્રમુખ હાજી આહમદભાઇ ચૌધરી તથા આ નવા યુનિટના સંયોજક મહમદભાઇ વકાલીયા વાહીદ હુશેન જુનેદભાઇ તથા મંત્રીમંડળ હાજર રહ્યા હતા.

(11:47 am IST)