Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વ્યાજખોરોના ત્રાસથી વંથલીનાં નગડીયા ગામનાં પ્રૌઢનો આપઘાત

પુત્રની પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧પઃ વ્યાજખોરોનાં ત્રાસથી વંથલીનાં નગડીયા ગામનાં પ્રૌઢે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળેલ છે.

મૃતકના પુત્રએ પાંચ શખ્સો સામે ફરિયાદ કરતાં વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી તાલુકાનાં નગડીયા ગામનાં વિનોદભાઇ સાંગાણી નામનાં પ્રૌઢે મેંદરડાનો તુષાર આહિર અને નરેન્દ્ર નામનાં શખ્સ પાસેથી અઢી લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા.

જેની સામે બંને વ્યાજખોરોએ વિનોદભાઇને તેમની જમીન ખાતે કરી દેવા દબાણ કરી ધમકીઓ આપી હતી.

તેમજ વિજય રાજપુત, મનોજ રાજપુત અને રાજુ નામનાં શખ્સે વિનોદ સાંગાણી પાસેથી ગોપાલ ફાયનાન્સમાંથી લોન કરાવી દેવાનાં બહાને રૂ. પ૦ હજાર પડાવી લઇ લોન કરી આપેલ નહિં.

આથી ત્રાસી જઇને તા. ૧૩નાં રોજ બપોરનાં વિનોદભાઇએ મોતને મીઠું કરી લીધું હતું.

આ અંગે મૃતકનાં પુત્ર હિરેનભાઇએ ગઇકાલે ફરિયાદ કરતાં વંથલી પોલીસે પાંચેય શખ્સો વિરૂધ્ધ કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. એન. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

(11:12 am IST)
  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST