Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કાતિલ ઠારનો ભરડો : પારો સાવ નીચે : ગિરનાર ઠરી ગયો ૩.૫ ડિગ્રી

નલીયા ૬.૦, ગાંધીનગર ૭.૭, કેશોદ ૮.૦, જુનાગઢ - જામનગર ૮.૫, રાજકોટ - કંડલા એરપોર્ટ ૮.૪, ભુજ - અમરેલી ૯.૪ ડિગ્રી સાથે સૌરાષ્ટ્ર - કચ્છના ૧૨ શહેરોમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે

રાજકોટ તા. ૧૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં છેલ્લા બે દિવસ કડકડતી ઠંડીમાં રાહત અનુભવાયા બાદ ગઇકાલ મંગળવારથી ફરીથી ઠંડીમાં વધારો થયો છે.

લઘુત્તમ તાપમાનનો પારો ધીમે - ધીમે નીચે ઉતરવા લાગ્યો છે અને ઠંડીના નવા રાઉન્ડથી લોકો ઠુઠવાઇ રહ્યા છે.

મોડીરાત્રીથી માંડીને આખો દિવસ કાતિલ ઠંડીનો અહેસાસ થાય છે અને મોડી રાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે જ્યારે જરૂરી કામ સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

સવારના સમયે પણ કડકડતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લે છે અને ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળે છે.

આ ઉપરાંત ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લે છે એક સાથે લોકો એકત્ર થઇને ઠંડીથી બચવા માટે તાપણુ કરે છે.

આજે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૩.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે કચ્છના નલીયામાં ૬.૦ ડિગ્રી, કેશોદ ૮.૦, રાજકોટ ૮.૪, અમદાવાદ ૯.૦, ભુજ અને અમરેલી ૯.૪, ગાંધીનગર ૭.૭, જુનાગઢ ૮.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ૧૩ શહેરોમાં ૧૦ ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

જૂનાગઢ

જૂનાગઢ : આજે તાપમાન જોરદાર રીતે ઘટતા જુનાગઢના ગિરનાર પર્વત ખાતે હાડ થીજાવતી ૩.૫ ડિગ્રી અનુભવાઇ છે. ૮.૫ ડિગ્રી તાપમાનથી જૂનાગઢના જનજીવનને ભારે અસર થઇ છે.

બે દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદને લઇ ઠંડીમાં ધરખમ વધારો થયો છે. ગઇકાલની માફક આજે કડકડતી ઠંડીએ આતંક મચાવતા અબોલ જીવો સહિત લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

જુનાગઢમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરીને ૮.૫ ડિગ્રીએ સ્થિર થતાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. આજની તીવ્ર ઠંડીની સાથે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસનું પણ આક્રમણ રહ્યું હતું.

ગિરનાર પર્વત પર આજે મોસમનું સૌથી નીચું ૩.૫ ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ સહિતના લોકો ઠુઠવાય ગયા હતા.

આજની હાડ થીજાવતી ઠંડીને લઇ ગિરનાર પર્વત ખાતેના જળસ્ત્રોત પણ બર્ફીલા થઇ ગયા હતા તેમજ જંગલના વન્ય જીવો પણ ઠંડીથી ધ્રુજી ઉઠયા હતા.

ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી. સવારે પ્રતિ કલાકે ૩.૭ કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો.

જામનગર

જામનગર : શહેરનું લઘુત્તમ તાપમાન આજે ૮.૫ ડિગ્રી, મહત્તમ ૨૩ ડિગ્રી, હવામાં ભેજ ૮૩ ટકા અને પવનની ઝડપ ૪.૩૧ કિ.મી. પ્રતિ કલાક રહી છે.(૨૧.૬)

રાજકોટના પાદર ખીરસરામાં વહેલી સવારે ૬.૫ ડિગ્રી ઠંડી

રાજકોટ તા. ૧૫ : આજે સર્વત્ર કડકડતી ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે ત્યારે રાજકોટના પાદરમાં આવેલા ખીરસરામાં લઘુત્તમ તાપમાનનો પારો ૬.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો.

વહેલી સવારે ઠંડીનો પારો નીચે ઉતરતા લોકો ઠુંઠવાઇ ગયા હતા અને ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો.(૨૧.૬)

કયાં કેટલો ભેજ - ઠંડી

શહેર

ભેજની ટકાવારી

લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત

૮૬ ટકા

૩.૫ ડિગ્રી

અમદાવાદ

૮૩ ,,

૯.૦ ,,

ડીસા

૭૮ ,,

૯.૮ ,,

વડોદરા

૮૦ ,,

૧૩.૦ ,,

સુરત

૮.૦ ,,

૧૩.૦ ,,

રાજકોટ

૭૧ ,,

૮.૪ ,,

કેશોદ

૮૫ ,,

૮.૦ ,,

ભાવનગર

૬૩ ,,

૧૨.૩ ,,

પોરબંદર

૬૭ ,,

૯.૮ ,,

વેરાવળ

૭૦ ,,

૧૩.૦ ,,

દ્વારકા

૬૯ ,,

૧૪.૪ ,,

ઓખા

૬૦ ,,

૧૭.૦ ,,

ભુજ

૮૦ ,,

૯.૪ ,,

નલીયા

૮૧ ,,

૬.૦ ,,

સુરેન્દ્રનગર

૭૪ ,,

૧૦.૩ ,,

ન્યુ કંડલા

૭૭ ,,

૧૦.૦ ,,

કંડલા એરપોર્ટ

૭૯ ,,

૮.૪ ,,

અમરેલી

૬૫ ,,

૯.૪ ,,

ગાંધીનગર

૮૨ ,,

૭.૭ ,,

મહુવા

૭૪ ,,

૧૧.૧ ,,

દિવ

૭૨ ,,

૧૨.૦ ,,

વલ્લભવિદ્યાનગર

૭૫ ,,

૧૩.૧ ,,

જામનગર

૮૩ ,,

૮.૫ ,,

જુનાગઢ

૮૬ ,,

૮.૫ ,,

(11:11 am IST)