Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વેરાવળનાં બાદલપરામાં શહિદ ધાનાભાઇ બારડ પરિવાર દ્વારા પ્રેરીત સેવાકાર્યોનું વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ

 

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિવિધ સેવાકાર્યોનું લોકર્પણ કરાયું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ દિપક કકકડ-વેરાવળ)

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧૩: રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે વેરાવળ તાલુકાના બાદલપરા ગામનાં મહેમાન બન્યા હતા.

અમર શહિદ ધાનાભાઇ માંડાભાઇ બારડ પરિવાર દ્વારા નિર્મિત અને પ્રેરીત વિવિધલક્ષી સેવાકીય ઉપક્રમોનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું.

ગુજરાત રાજય અને મેનેજમેન્ટને સાયકલોન સેન્ટર માટે ભૂમીદાન, અમર શહિદ ધાનાભાઇ માંડાભાઇ બારડ મેમોરીયલ સેન્ટર, જશુભાઇ ધાનાભાઇ બારડ આદર્શ ગામ બાદલપરાનો પ્રવેશ દ્વાર, રાહુલ રામભાઇ બારડ આદર્શ ગામ બાદલપરા સમાજવાડી, સાર્વજનિક પેટા આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક વાંચનાલય, સાર્વજનિક બાલક્રીડાંગણ સહિતનાં કામોનું લોકાર્પણ કરાયું હતું.

આ તકે મુખ્ય મહેમાનોમાં કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સાંસદ પુનમબેન માડમ, વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ અર્જુનભાઇ મોઢવડીયા, રાજયસભા સાંસદ ચુનિભાઇ ગોહેલ, પુંજાભાઇ વંશ (ધારાસભ્ય-ઉના), વિક્રમભાઇ માંડમ (ધારાસભ્ય ખંભાળીયા), વિમલભાઇ ચુડાસમાં (સોમનાથ), અમરીશભાઇ ડેર (રાજુલા), દેવાભાઇ માલમ (કેશોદ), ભીખાભાઇ જોશી (જુનાગઢ), બાબુભાઇ વાજા (માંગરોળ), હર્ષદભાઇ રીબડીયા (વિસાવદર), ધીરસિંહભાઇ બારડ (પૂર્વ ધારાસભ્ય, જશાભાઇ બારડ (પૂર્વ કેબીનેટ મંત્રી), ઝવેરભાઇ ઠકરાર (જિલ્લા ભાજપ પ્રમુખ), ગોવિંદભાઇ પરમાર (પૂર્વ ધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન), મોહનભાઇ વાળા (ધારાસભ્ય કોડીનાર), રૈયાબેન જાલંબધરા (જીલ્લા પં.નાં પ્રમુખ), રાજસીભાઇ જોટવા (બીજ નિગમ ચેરમેન), ઉદયભાઇ કાનગડ (સ્ટેન્ડિંગ કમેટી ચેરમેન) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ગામમાં હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવેલ છે, ધાનાભાઇ માંડાભાઇ સરોવર, ગામની અંદર-તમામ ગલીઓમાં ડામર, સિમેન્ટ અને બ્લોક નાખેલ છે. સમગ્ર ગામમાં ગ્રામજનો પોતે જ ગામને સ્વચ્છ રાખે છે, આઝાદી પછી આ ગામમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી અને બિન હરીફ સરપંચની નીમણુંક થાય છે, આ ગામનું સંચાલન મહિલા-સરપંચ અને સદસ્યો કરે છે, ગામમાં સીસી ટીવી કેમેરા, મવાય ફાઇ તેમજ સમગ્ર ગામમાં લાઉટ સ્પીકર ગોઠવેલ છે જેથી ગામની તમામ સુચનાઓ તેના દ્વારા કરવામાં આવે છે. તેમજ સમગ્ર ગામની અંદર વૃક્ષોનું પ્રમાણ વધુ હોવાથી પ્રદુષણનું પ્રમાણ જીરો છે અને ગામનાં તમામ લોકો નિરોગી છે. આમ આ ગામ સુંદર અને તમામ સુવિધાથી સજજ છે.

(3:53 pm IST)