Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ધોરાજીના પાટણવાવનાં ઓસમ ડુંગરે રાજયકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા

ધોરાજી-જેતપુરઃ ધોરાજીરાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ પ્રવાસન ધામ ઓસમ ડુંગર ખાતે રાજય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી યુવા દિન નિમિત્ત્।ે રવિવારે પ્રથમ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા રાજયકક્ષાનું આયોજન કરાયું હતું જેમાં સવારે સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક તથા ધોરાજી નાયબ કલેકટર જી.વી.મિયાણી, ધોરાજીમામલતદાર કિશોરભાઈ જોલાપરા, ઉપલેટા મામલતદાર માવદીયા , જિલ્લા રમતગમત અધિકારી ધર્મેન્દ્ર સિહ વાધેલા સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. આ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા મા યુવક અને યુવતીઓ સહિત ૨૯૦ સ્પર્ધકો એ ભાગ લીધો હતો તેમાં મહિલાઓ માં ૧૩૪ મહીલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમાંકે ઝરણાબેન નાનજીભાઈ વંશ ૧૨ મિનિટ ૨૭ સેકન્ડ વિજેતા બનેલ છે જયારે બીજા નંબરે કિંજલબેન દ્યનશ્યામભાઈ ગબુ ૧૪ મિનીટ ૪૧ સેકન્ડે બીજો નંબર મેળવેલ છે.  ત્રીજા નંબરે પાયલ ઓળકિયા વિજેતા જાહેર થયેલ છે જે ૧૫ મિનિટ ૩૪ સેકન્ડે ત્રીજો ક્રમાંક મેળવેલ છે. જયારે છોકરાઓમાં ૧૫૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમાંકે વિજય લાધાભાઇ સાબલીયા ૧૦ મિનિટ ૪૧ સેકન્ડે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે  બીજા ક્રમાંકે રવિ ભાટીયા એઙ્ગ ૧૧ મિનિટ અને ૧૧ સેકન્ડે વિજેતા જાહેર થયેલ છે.  ત્રીજા ક્રમાંકે અફઝલ ભાલીયા ૧૧ મિનિટ૨૩ સેકન્ડે ત્રીજો ક્રમાંક મેળવી વિજેતા જાહેર થયેલ છે.  આ આ સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ને ધોરાજીના નાયબ કલેકટર ગૌતમ મીયાણી, જીલ્લા રમત ગમત અધિકારી ધમરાજ સિહ વાધેલા,ધોરાજી મામલતદાર કિશોરભાઈ જોલપરા,ઉપલેટા મામલતદાર માવદીયા,તાલૂકાના અગણી રસીકભાઈ ચાવડાના હસ્તે મોમેન્ટ, શિલ્ડ આપી સન્માન કરાયું હતું આ તકે જિલ્લા વહીવટીતંત્ર ના અધિકારીઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને બિરદાવ્યા હતાં. આ સ્પર્ધામાં બહેનોમાં ૧ થી ૧૦ ક્રમાંક સ્પર્ધકોમાં ૧ ઝરણાબેન નાનજીભાઈ વંશ, ૨ કિંજલબેન દ્યનશ્યામભાઈ ગબુ, ૩ પાયલ ઓલકીયા, ૪ શિતલ બેન શિયાળ, ૫ આરતી વસરા, ૬ દષ્ટી ગધેથરીયા, ૭ માનસી વધાસીયા, ૮ સૂશીલા ખીમજીભાઈ, ૯ પમૂબેન બોલીયા, ૧૦ રવીના બેન કટારા એ શિલ્ડ અને મોમેન્ટો મેળવેલ છે  જયારે છોકરાઓમાં ૧ થી ૧૦ કમાકો મેળવનાર ૧. વિજયભાઈ લધાભાઈ સાબલીયા, ૨. રવી ભાટીયા ૩ અબજલ ભાલીયા, ૪ દેવેન્દ ચોહાણ,૫.ઓમ માકડીયા, ૬. ભાવીન બોરખતરીયા, ૭. મોહીત મકવાણા, ૮. જસમીત ગોસાઈ, ૯. શેલેસ અમૂતીયા, ૧૦. હાદીક રાણવા એ જુસ્સા સાથે વિજેતા થતા શિલ્ડ અને મોમેન્ટો ઈનામો મેળવ્યા છે.

(1:07 pm IST)
  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST