Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

માળીયાહાટીનામાં પશુઆરોગ્ય મેળો

 જૂનાગઢ : જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વીરડી પાંજરાપોળ મુકામે પશુઆરોગ્ય મેળાનુ આયોજન સુનિધિ ચેરી. ફાઉન્ડેશન (મુંબઇ) તથા સ્વ.શ્રીમતી સરલાબેન સુરેશચંદ્ર શાહના આર્થિક સહયોગથી તેમજ પશુપાલન ખાતુ ગુજરાત રાજય, પશુપાલન શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ જૂનાગઢ કૃષિ યુનિ. વેટરનરી કોલેજ અને માળીયા હાટીના પાંજરાપોળ (વિરડી પાંજરાપોળ)ના સંયુકત ઉપક્રમે યોજાઇ ગયો જેમાં ૨૭ મેજર સર્જરી કરાઇ હતી જયારે ૩૧૪ મેડીસીનના કેઇસ, ૬૯ ગાયનેકના કેઇસ, ૧૨૩૨ ડીવોરમીંગના કેસ, ૬૨ રસીકરણ અને ૭ ખસીકરણના કેઇસ મળી લગભગ૧૮૦૦ ઉપરાંત પશુઓને સારવાર અપાઇ હતી. આ કેમ્પને સફળ બનાવવા જૂનાગઢ કૃષિ યુનિ.ના ડીન તથા પ્રિન્સીપાલ શ્રી ટાંકે પુર્વ નાયક પશુપાલક નિયામક શ્રી ભાલાણી, ઇન્ચાર્જ પશુપાલન નિયામક શ્રી કુંનડીયા, સુનિધિ ચેરીટી ફાઉન્ડેશનના રમેશભાઇ શેઠ, મહેન્દ્રભાઇ ગાંધી તેમજ રાજુભાઇ દોશી તેમજ માળીયા પશુ દવાખાના પશુ ચિકિત્સક શ્રી કાચા તથા જીલ્લામાંથી ઉપસ્થિત રહેલ પશુ ચિકિત્સકો વેટરનરી કોલેજના પશુ ચિકિત્સકો તેમજ પાંજરાપોળના સ્ટાફે સખત જહેમત ઉઠાવી હતી તેમ રમેશભાઇ શેઠની યાદીમાં જણાવેલ છે.

(12:59 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST