Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

નરસિંહ મહેતા યુનિ. આયોજીત NSS કેમ્પમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : ભકતકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી આયોજિત એન.એસ.એસ. કેમ્પનું આયોજન તા. ૬ જુનાગઢ ભારતી આશ્રમથી શરૂ થયેલ છે. જુનાગઢ વહીવટીતંત્રના ઉપક્રમે એનસીસી કેમ્પમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ, વકતૃત્વ સ્પર્ધા,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં યુવા મતદારોએ નાયબ ચૂંટણી અધિકારી  તથા અન્ય અધિકારીઓ સાથે ચૂંટણી,મતદાન  અંગે પ્રશ્નોત્ત્।રી તથા સાપસીડી જેવી રમત દ્વારા રસપ્રદ માહિતી મેળવી હતી.

આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત, એનએસએસ કેમ્પમાં આજના યુવાનોની ભૂમિકા તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી પર અંગ્રેજી, ગુજરાતી, અને હિન્દીમાં ગુજરાત સહિત અન્ય રાજયોના ડેલીગેટસે  વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

(12:59 pm IST)
  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST