Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પોરબંદરમાં બાળકોને રસીકરણના ઇન્જેકશનો આપવામાં બેદરકારી રાખનારા સામે પગલા લેવા માંગણી

સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂ દ્વારા આરોગ્ય અધિકારીને રજુઆત

 પોરબંદર, તા., ૧૩: સલાટવાડા વિસ્તારમાં રસીકરણ બાદ ૧૧ બાળકોને રીએકશન આવતા રસીના ઇન્જેકશન આપવામાં બેદરકારી રાખનારા જવાબદારો સામે કડક પગલા લેવાની માંગણી સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ આરોગ્ય અધિકારીને રજુઆતમાં કરી છે.  રસીકરણના ઇન્જેકશન બાદ ૧૧ બાળકોને હાથમાં સોજા અને ગાંઠ થઇ ગયેલ એક બાળકને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. અન્ય એક બાળકને પગમાં સોજો આવી ગયેલ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા બાળકોને રસીના ઇન્જેકશન આપવામાં બેદરકારી સામે રોષ વ્યાપી ગયેલ છે.  રસીકરણના ઇન્જેકશન બાદ સુફેલખાન ફકરૂ નતીશા સોહેલ પઠાણ રે.જુની દીવાદાંડી પાછળ સલાટવાડો, મિષ્ટી નયના જીતુ પાંજરી, રે.કેશવ સ્કુલ પાસે, ધાર્મી રસીલા ચેતન ટોડરમલ રે.કેશવ સ્કુલ પાસે, વૃંદા રસીલા ચેતન ટોડરમલ રે.કેશવ સ્કુલ પાસે, મિષ્ટી રીટા કેતન ભુતીયા રે.જુની દિવાદાંડી પાછળ સતારવાડો, જાહલ અસ્મિત નિલેશ પાંજરી રે.ભોય, તક્ષ ચાંદની વિજય સલેટ, મનસ્વી શ્વેતા મયુર ભરાડા, ક્રિયા દક્ષા અશોક ખેતરપાળ તથા જાનવી હીના વિજય મકવાણાને રીએકશન આવતા હોસ્પીટલે સારવાર અપાઇ હતી તમામ બાળકો ભયમુકત છે.

(12:57 pm IST)